નશીલા પદાર્થોનું સેવન કરતા યુવક-યુવતીઓનો VIDEO વાયરલ

દાદરાનગર હવેલીઃ રોજ નિતનવા નશાનાં કિમીયા બહાર આવતા હોય છે ત્યારે નશીલા પદાર્થનું સેવન કરી રહેલા યુવક – યુવતીઓનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીનો આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયોમાં આપ જોઈ શકો છો તેમ યુવક અને યુવતીઓ હુક્કાની મદદથી નશીલા પદાર્થનું સેવન કરતા નજરે પડી રહ્યાં છે.

જ્યારે આ યુવક-યુવતીઓ હુક્કાનું સેવન કરી રહ્યાં હોય છે. બરાબર તેવાં જ સમયે એક યુવતીની માતાનો ફોન આવે છે. ત્યારે આ યુવતી પોતાની માતા સામે જૂઠ્ઠું બોલે છે. કે તે કપડાંની દુકાને આવી છે. એક દુકાનમાં કપડાં જોવા અને અને નોકરી માટે.

આ રીતે જૂઠ્ઠું બોલીને સંતાનો પોતાનાં મા-બાપને મૂરખ બનાવતા હોય છે. આ ઘટના ખરેખર મા-બાપ માટે એક લાલ બત્તી સમાન છે. યુવાધન છાનામાના આવાં વિવિધ પ્રકારનાં નશા કરતા હોય છે. બાદમાં આવા નશીલા પદાર્થોની તેમને આદત પડી જાય છે.

એ ચૂપ…મેરી મમ્મી કા ફોન હૈ…(00-54 થી 00-57)
હા મમ્મી, મે નાકે પે આઈ હું….મેરે ફ્રેન્ડ કે સાથ દેખને કે લિયે આઈ હું… કપડે કી દુકાન પે….(00-58 થી 01-06)
કામ કે લિયે પૂછને કે લિયે આઈ હું….. અભી છૂટ્ટી હૈ ના તો…( 01-08 થી 01-12)
અરે મેરી નઈ ફ્રેન્ડ હૈ… મેરે સાથ ડોલર શોપમેં કામ કરતી થી….(01-15 થી 01-22)
વહાં જો સાઈકલ કી દુકાને હૈ ના…બાજુ મેં કપડે કી દુકાને હૈ….(1-28 થી 01-33)
વો લડકી જા રહી હૈ….તો ઉસકે બદલે મુઝે રખ રહે હૈ……(01-49થી 01-52)
હા, બસ આ રહી હું….(01-53 થી 01-55)

You might also like