વડોદરાનાં એક વેપારીનો ચાલુ કારે જોખમી સ્ટંટ, VIDEO વાયરલ

વડોદરાઃ શહેરમાં એક વેપારીએ રાત્રિ દરમ્યાન પત્ની સાથે ચાલુ કારમાં જોખમી સ્ટંટ કર્યો અને આ સ્ટંટનો વીડિયો પણ ઉતાર્યો. જો કે આ વીડિયો હાલ વાયરલ થઈ ગયો છે. આપ અહીં દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો તેમ કારની રૂફ વિન્ડો ખોલીને વેપારીની પત્ની ઉભી હતી.

તે સમયે વેપારી પણ રૂફ વિન્ડોથી બહાર આવ્યો અને સ્ટીયરિંગ પર પગ મૂકીને તેને કાર ચલાવી. જો કે આ સ્ટંટ ભારે પણ પડી શકે છે. વડોદરાનાં ગોત્રી રોડ પરનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે. જો કે આ સ્ટંટ વેપારીની સાથે-સાથે અન્ય કોઈ રાહદારી અને વાહન ચાલકનો પણ જીવ જોખમમાં મુકી શકે છે.

મહત્વનું છે કે જાણે કે હવે તો કોઇ પણ ક્રિયાને લઇ વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની તો જાણે પ્રથા બની ગઇ છે. તે જ રીતે લોકો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે. આવો જ એક વીડિયો વડોદરાનો સામે આવ્યો છે. જેમાં પિતા જાતે પોતાની દીકરી સાથે ચાલુ કારે જોખમી સ્ટંટ કરતા નજરે પડી રહેલ છે અને સાથે સાથે ચાલુ કારે સેલ્ફી પણ લઇ રહ્યાં છે.

You might also like