VIDEO: નશામાં બાબુ!, કચ્છમાં કસ્ટમનાં અધિકારી ઝડપાયાં નશાની હાલતમાં

કચ્છઃ RTO સર્કલ પાસેથી સેન્ટ્રલ એક્સાઈઝ કસ્ટમનાં અધિકારી નશાની હાલમાં ઝડપાયાં છે. RTO સર્કલ પાસે અધિકારીએ પોતાની કાર રોડ વચ્ચે પાર્ક કરી દીધી હતી. આ અધિકારીએ કાર રોડ વચ્ચે પાર્ક કરતાં ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતાં.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસનાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને તેઓએ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કેટલાંક લોકોએ રસ્તા પર આ ઘટનાને વખોડી કાઢી હતી. આ સિવાય ઉલ્લેખનીય છે કે આ મામલે તે અધિકારી વિરૂદ્ધ કાયદેસર પગલાં લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

કચ્છઃ સેન્ટ્રલ એક્સસાઇજ કસ્ટમનાં અધિકારી ઝડપાયાં નશાની હાલતમાં
RTO સર્કલ નજીક નશામાં પોતાની કાર રોડ વચ્ચે કરી પાર્ક
રોડ વચ્ચે કાર પાર્ક કરી સર્જ્યો ટ્રાફિક જામ
પોલીસે ઘટના સ્થળે કાર્યવાહી હાથ ધરી

You might also like