સસરાએ લગ્નમાં જ છોકરાની પત્નીને કિસ કરી દીધી, પિયરિયાઓએ માર્યો સસરાને માર

ચીનનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ફરતો થયો છે, જેમાં એક શખ્સે નશામાં ભાન રહેતા પોતાના દીકરાની પત્નીને જાહેરમાં કિસ કરી દીધી હતી. જાણકારી પ્રમાણે, ચીનમાં એક લગ્ન થઈ રહ્યા હતા, ત્યારે સસરાએ પોતાની પુત્રવધૂ સાથે વૉક કર્યું હતું.

જો કે વૉક વખતે જ અચાનકે સસરાએ પુત્રવધૂને કિસ કરી હતી. જેના બાદ યુવતીના પિયરિયાઓએ સસરાને ધોઈ નાખ્યા હતા. આ ઘટના ચીનના યાન્ચેંગ શહેરની છે. ચીનના સમાચાર પ્રમાણે, લગ્ન બાદ સસરાએ પુત્રવધૂ સાથે વૉક કર્યું હતું અને અચાનક જ તેને પકડી લીધી હતી અને હોઠ પર જબરદસ્તી કિસ કરવા લાગ્યો હતો.

છોકરીના ઘરવાળાઓ તરત જ સ્ટેજ પર દોડી ગયા હતા અને સસરાને મારવા લાગ્યા હતા. જો કે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સસરા દારૂના નશામાં હતા. જો કે આરોપી સસરાના ઘરના લોકોએ આ વાત આગળ ન વધારવા અપીલ કરી છે.

You might also like