VIDEO: વડોદરાનાં ડોક્ટરની સેક્સલીલાનો વીડિયો બનાવનાર આરોપીની ધરપકડ

વડોદરાઃ શહેરનાં અનગઢ ગામમાં ડૉક્ટર પ્રતિક જોશીનાં અશ્લિલ વીડિયો વાયરલ થયાં હતાં. ત્યારે હવે આ મામલે એક મહિલાએ ફરિયાદ નોંધી છે કે ડૉક્ટરે નશાની ગોળી ખવડાવીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવતાં જ પોલીસે વીડિયો બનાવનાર ક્લિનીકનાં કંપાઉન્ડર દિલીપ ગોહિલની ધરપકડ કરી છે.

આ તબીબનાં ક્લિનીકમાં દરોડા પાડતાં જ પોલીસને નશાની ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો. ડૉક્ટર પ્રતિક જોષીએ BHMS હોવાં છતાં એલોપેથીની પ્રેક્ટિસ કરતો હતો. ડિગ્રી વિના જ એલોપેથીની સારવાર કરવા અંગે ડૉક્ટર પર ગુનો નોંધાશે. જો કે આ આરોપી ડૉક્ટર પ્રતિક જોષી હજી સુધી ફરાર છે.

મહત્વનું છે કે, પ્રતિક જોષી મહિલા દર્દીઓને પ્રેમજાળમાં ફસાવીને ખરાબ કામ કરતો હતો અને ક્લિનીકનાં કમ્પાઉન્ડર દિલીપ ગોહિલે ડર્ટી ડોક્ટરનાં વીડિયો બનાવીને તેને વાયરલ કર્યા હતાં.

મહત્વનું છે કે આ ઉપરાંત અન્ય ભોગ બનનારી મહિલાઓને પણ ફરિયાદ નોંધાવવા માટે આગળ આવવા પોલીસે અપીલ કરી છે. હાલ તો આરોપી તબિબ પ્રતિક જોષી ફરાર છે પરંતુ તેને પકડવા માટે પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે.

You might also like