રાહુલ ગાંધીની બટાટા અને સોનાનાં ઉત્પાદનની સ્પીચનો વીડિયો વાયરલ, જુઓ VIDEO

ભાજપ દ્વારા રાહુલ ગાંધીની સ્પીચનો એક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે અને તેમાં રાહુલ ગાંધી બટાટાનાં મશીનમાં સોનાનું ઉત્પાદન કેવી રીતે થાય તે અંગે સમજાવી રહ્યાં છે. રાહુલ ગાંધી એમ કહી રહ્યાં છે કે હવે એવું મશીન લાવવામાં આવશે જેમાં એક તરફ બટાટા નાંખવામાં આવશે અને બીજી તરફ સોનાનું ઉત્પાદન થશે.

જો કે રાહુલ ગાંધીનો આ વીડિયો અને તેમની સ્પીચ પીએમ નરેન્દ્ર મોદી પર આડકતરી રીતે પ્રહાર કરતો છે. પરંતુ ટ્વીટર પર આ વીડિયો હાલમાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને રિટ્વીટ પણ કરી રહ્યાં છે. પરંતુ વીટીવીએ આ સમગ્ર મામલે પડતાલ કરી અને રાહુલ ગાંધીની આ સ્પીચ પોતાનાં ડીસા પ્રવાસ દરમિયાન આપી હોવાનું સામે આવ્યું છે.

આ વીડિયોમાં તેઓ બટાટા અને સોનાનાં ઉત્પાદન અંગે કહી રહ્યાં છે કે આ શબ્દો મારા નહીં પરંતુ નરેન્દ્ર મોદીનાં છે. જો કે આ સ્પીચનો કેટલોક ભાગ એડિટ કરવામાં આવ્યો છે અને લોકો તેને ટ્વીટ કરીને વધુ ને વધુ વાયરલ કરી રહ્યાં છે.

રાહુલ ગાંધીની સ્પીચનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વધુ ને વધુ વાયરલ થઇ રહ્યો છે. ટ્વીટર પર લોકો આ વીડિયોને વધુ ને વધુ ટ્રોલ કરી રહ્યાં છે. જો કે રાહુલ ગાંધીની આ સ્પીચની વીટીવીએ પડતાલ પણ કરી. જેમાં રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી પર ચાબખા મારે છે. અને આ સ્પીચમાં પીએમ નરેન્દ્ર મોદીને રાહુલે આડે હાથ લીધાં છે.

You might also like