અનેક અમદાવાદીની બોલતી બંધ!

અમદાવાદ: દેવદિવાળી પૂર્ણ થઇ ગઇ હોવા છતાં હજુ શિયાળો જામ્યો નથી. દિવસે ઉનાળા જેવો તાપ, ગરમી, વાદળછાયું વાતાવરણ, ભેજ અને રાત્રે ઠંડીના ચમકારાના કારણે બેવડી ઋતુના મારની દવાખાનાંઓ શરદી, ઉધરસ, તાવ, ગળાના રોગો અને વાયરલ ફીવરના દર્દીઓથી ઉભરાઇ રહ્યાં છે.

દેવદિવાળી ઉજવાઇ ગઇ હોવા છતાં જોઇએ તેવી ઠંડી પડતી નથી. સૂર્ય તાપ, ગરમી અને રાતની ફુલગુલાબી ઠંડી અને પવનના કારણે સિઝન અનુસાર બેવડી સિઝનમાં માથું ઊંચકતા કેટલાક વાયરસ એડીનો, રીસો, પેરાઇન્ફલુએન્ઝા અને આરએસવી જેવાનો વ્યાપ વધ્યો છે. આ વાયરસ પ્રદૂષણ અને એલર્જીના કારણે દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થાય છે. મોટા ભાગના દર્દીઓ
ગળામાં તકલીફ, શરદી, તાવ, વાયરલ અને ઉધરસથી પીડાય છે.

આ અંગે ડોકટરો દર્દીઓને લેવાની થતી કાળજી અંગે જણાવે છે કે સ્વછતાનું ચુસ્ત પાલન કરવું, દર્દીના સીધા સંપર્કથી દૂર રહેવું, દાંત સાફ રાખવા, એનર્જી થતી હોય તેવી સુગંધ, અગરબત્તી, અત્તર વગેરે જેવી વસ્તુઓથી દૂર રહેવું, ઝિંક બેઇઝ ખોરાક લેવો, રસી મુકાવવી, ખાસ કરીને બાળકોને રસી મુકાવવા બાબતે બેદરકાર ન રહેવું જોઇએ.

હેલ્થી ન્યુટ્રિશિયન ફૂડ લેવું, વૃદ્ધોએ ખાસ સંભાળ લેવી, હળદરનો ઉપયોગ વધારવો, કાન ઢાંકેલા રાખવા, હોસ્પિટલ, ભીડ વગેરેમાં જતી વખતે મોં પર માસ્ક પહેરવો કે રૂમાલ બાંધવો જોઇએ. જેમની દુકાન રોડ ઉપર હોય તેમને ધૂળની એલર્જી થવાની શકયતા વધુ હોવાથી તેમણે માસ્ક પહેરીને દુકાનમાં બેસવું. વાયરસ સિઝન બદલાય ત્યારે ર૦૦ પ્રકારના હોય છે, પરંતુ ચારથી પાંચ વાયરસ વધુ પ્રમાણમાં માથું ઊંચકે છે.

અમદાવાદના ફેમિલી ફિઝિશિયન ડો. કલ્પેશ શાહ જણાવે છે કે સિઝન બદલાવાથી વાતાવરણમાં પલટો, હવા સૂકી હોવાના કારણે શરદી, ઉધરસ અને તાવ સહિતના રોગના દર્દીમાં વધારો થાય.
એમબીબીએસ ડો. મહેન્દ્ર ટી.શાહ અા અંગે વાત કરતા કહે છે કે પ્રદૂષિત વાતાવરણ અને એલર્જી બંનેનો સમન્વય એટલે રોગનું ઘર. ઘર, ઘરની બહાર, રસ્તા પર વગેરે જગ્યાએ ઊડતી ધૂળ અને ડબલ સિઝનના કારણે કેટલાક વાયરસ માથું ઊંચકે છે. જેના કારણે શરદી, ઉધરસ, વાયરલ તાવ જેવા રોગોમાં વધારો થાય.

પીડીયાટ્રિશિયન ડો. ભૈરવી શાહ જણાવે છે કે ટ્અમુક સિઝનમાં અમુક વાયરસની ઇફેકટ વધે ત્યારે રોગચાળામાં વધારો થાય. અત્યારે અપર રેસ્પિરેટરી સિસ્ટમના વાયરસનો ફેલાવો વ્યાપક છે. આથી ઘેર ઘેર શરદી, ઉધરસ, તાવના દર્દીઓ છે. ખાસ કરીને બાળકોમાં આ રોગોની ફરિયાદ વધુ જોવા મળે છે.

You might also like