ડોક્ટરનાં નામે કલંક, વડોદરામાં મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણતા વીડિયો વાયરલ

વડોદરાઃ તમે સૌ જાણો છો કે ડોક્ટર એટલે ભગવાનનું બીજું સ્વરૂપ. પરંતુ અહીં તો શહેરનાં ગોત્રી રોડ પર આવેલા ક્રિષ્ણા ટાઉનશિપમાં રહેતા BHMS ડોક્ટર પ્રતિક જોષીનો સેક્સલીલા કરતાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પ્રતિક પોતાનાં જ ક્લિનીકમાં મહિલા દર્દીઓને પ્રેમની જાળમાં ફસાવીને તેમની સાથે ખરાબ કામ કરતો હતો.

ડોક્ટરનો મહિલા દર્દીઓ સાથે કામલીલા માણતા 25 જેટલાં વીડિયો વાયરલ થયાં છે. આ ડોક્ટર સારવાર માટે આવતી મહિલાઓને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે અને બાદમાં તે પોતાનાં ક્લિનીકમાં જ સેક્સલીલા માણે છે.

મહત્વનું છે કે આ ડોક્ટરનો વીડિયો તેનાં જ ક્લિનીકમાં કામ કરતા એક યુવકે ઉતાર્યો હતો. આ વીડિયો ઉતાર્યા બાદ યુવકે વીડિયો વાયરલ કર્યો છે. આ યુવક ડોક્ટર પાસેથી પૈસા પડાવવા માટે તેને બ્લેકમેલ કરતો હોવાંની ચર્ચાઓ પણ ફેલાઇ રહી છે.

આ વીડિયો વાયરલ થયા બાદ ગામનાં લોકોમાં ઉગ્ર રોષ જોવાં મળી રહ્યો છે. જો કે આ ઘટના બાદ આ ડોક્ટરને ગ્રામજનોએ મેથીપાક ચખાડ્યો હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. જો કે એવું પણ કહેવાય છે કે ડોક્ટરનાં સેક્સલીલા માણતા વીડિયો વાયરલ થતાં તે રાતોરાત ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

You might also like