વિરાટ સેના એલિસ્ટર કૂકની ફેરવેલ પાર્ટી બગાડવાના ઇરાદા સાથે મેદાનમાં

લંડનઃ દક્ષિણ આફ્રિકા બાદ ઈંગ્લેન્ડની ધરતી પર સતત બીજી ટેસ્ટ શ્રેણી ગુમાવી ચૂકેલી દુનિયાની નંબર વન ભારતીય ટીમ પાસે હવે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકની ફેરવેલ પાર્ટી ખરાબ કરવાની તક છે. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ રન બનાવનારા કૂકની આ અંતિમ ટેસ્ટ મેચ છે, જ્યારે ભારત માટે આ સન્માન બચાવવાની અંતિમ તક રહેશે.

વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ૩૯મી ટેસ્ટ (સાઉથમ્પ્ટન ખાતેની ચોથી ટેસ્ટ)માં પહેલી વાર એવું બન્યું હતું કે તેણે સતત બે ટેસ્ટમાં એકસરખી ટીમ મેદાનમાં ઉતારી હતી, પરંતુ એ ટેસ્ટમાં પરાજય બાદ ટીમ ઇન્ડિયા ફરી એકવાર પરિવર્તન માટે તૈયાર છે.

આર. અશ્વિન સંપૂર્ણપણે ફિટ નથી અને તેણે પ્રેક્ટિસ સેશન દરમિયાન બોલિંગ પણ નહોતી કરી. સાઉથમ્પ્ટન ટેસ્ટમાં અશ્વિને ૩૭.૧ ઓવર બોલિંગ કરી અને ફક્ત એક વિકેટ ઝડપી શક્યો. એ ઉપરાંત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનાં પ્રદર્શન સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. તેના સ્થાને રવીન્દ્ર જાડેજા અને હનુમા વિહારીને આજથી શરૂ થઈ રહેલી શ્રેણીની અંતિમ ટેસ્ટમાં તક મળે તેવી શક્યતા છે.

ચોથી ટેસ્ટ ચાર દિવસમાં જ ગુમાવ્યા બાદ ભારતીય ટીમ ગત મંગળવારે લંડન પહોંચી હતી અને બુધવારથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. જો ટીમ ઇન્ડિયાની પ્રેક્ટિસ પેટર્નને જોવામાં આવે તો એવું લાગતું નથી કે વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટ ખરાબ પ્રદર્શનને કારણે ટોચના બેટિંગ ક્રમમાં પરિવર્તન કરવા ઇચ્છતા હોય.

એક વર્ગ જરૂર સતત નિષ્ફળ જઈ રહેલા કે. એલ. રાહુલના સ્થાને પૃથ્વી શોને મેદાનમાં ઉતારવાની વાત કરી રહ્યો હોય, પરંતુ પ્રેક્ટિસ સેશનમાં તેને બહુ સમય બાદ ઉતારવામાં આવ્યો હતો.

સૌથી પહેલાં બેટિંગ પ્રેક્ટિસ શિખર ધવન, રાહુલ અને ત્રીજા નંબરના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ કરી હતી. એ દરમિયાન વિરાટ નેટની બહાર પ્રેક્ટિસ કરતો રહ્યો હતો. કેદાર જાધવ તેને પ્રેક્ટિસ કરાવી રહ્યો હતો. પ્રેક્ટિસની આશ્ચર્યજનક વાત એ હતી કે હનુમા વિહારીએ છઠ્ઠા નંબર પર પ્રેક્ટિસ કરી હતી.

ભારત-એ, અંડર-૧૯ અને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચૂકેલા ૨૪ વર્ષીય હનુમાએ જોરદાર પ્રેક્ટિસ કરી. સામાન્ય રીતે પ્રેક્ટિસમાં છઠ્ઠા નંબર પર હાર્દિક પંડ્યા ઊતરે છે. હનુમા જમણેરી બેટ્સમેન છે અને સાથે સાથે ઓફ બ્રેક બોલિંગ પણ કરે છે. હનુમા અને પૃથ્વી શોને અંતિમ બે ટેસ્ટ માટેની ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.

સાડા ચાર બોલરનો વિકલ્પ
અત્યાર સુધી રમાયેલી ચારેય ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી પાંચ બોલર સાથે મેદાનમાં ઊતરતો રહ્યો છે, જેમાં ત્રણ નિષ્ણાત ફાસ્ટ બોલર, એક સ્પિનર અશ્વિન અને પાંચમા ફાસ્ટ બોલર તરીકે હાર્દિક પંડ્યા સામેલ હતા. અશ્વિન સંપૂર્ણપણે ફિટ નથી. આ સ્થિતિમાં વિરાટ જસપ્રીત બૂમરાહ, ઈશાંત શર્મા અને શામી જેવા ફાસ્ટ બોલરની સાથે સ્પિનર રવીન્દ્ર જાડેજા અને ઓલરાઉન્ડર હનુમા વિહારીને ઉતારી શકે છે. વિહારી પાંચમા બોલર તરીકે કામ કરશે. જાડેજાને ટેસ્ટ શ્રેણીમાં રમવાની હજુ સુધી તક મળી નથી.

હાલ પીચ પર ઘાસ છે
ઓવલની પીચ હાલ તો ઘાસ દેખાઈ રહ્યું છે, પરંતુ આજે કદાચ થોડું ઘાસ કાપવામાં આવશે. પીચ શરૂઆતમાં ફાસ્ટ બોલરને અનુકૂળ રહેશે, બાદમાં સ્પિનર કમાલ કરી શકે છે. આ મેદાનના આંકડા દર્શાવે છે કે પ્રથમ બેટિંગ કરનારી ટીમ વધુ રન બનાવે છે.

જોકે ઈંગ્લેન્ડ અહીં રમાયેલી પાછલી ત્રણ ટેસ્ટમાંથી બે મેચ- પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે હારી ચૂક્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકા સામે ઈંગ્લેન્ડે જીત મેળવી છે. મોઇન અલીને દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ મેચમાં ચાર વિકેટ ઝડપી હતી. પાકિસ્તાની સ્પિનર યાસિર શાહે ૨૦૧૬માં આ મેદાન પર ત્રીજી ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ બધું જોતાં ભારત અહીં ચોથી ઇનિંગ્સ રમવા નહીં જ ઇચ્છે.  આજે દિવસ દરમિયાન હળવો વરસાદ પડે તેવી આગાહી અહીંના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

divyesh

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

1 hour ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

2 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

2 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

3 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

3 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

3 hours ago