વીઆઈપી સાંઈ દર્શન-આરતીની ફીમાં વધારો

મુંબઈ ઃ નાસિકમાં શિરડી સાંઈબાબા ટ્રસ્ટે વીઆઈપી દર્શન અને આરતીની ફીમાં વધારો કર્યો છે. આ નવા દર આગામી પહેલી માર્ચથી લાગુ પડશે. શિરડી સાંઈબાબા ટ્રસ્ટે કાકડ આરતીની ફી ૫૦૦ રૂપિયા હતી તેમાં વધારો કરી ૬૦૦ અને સામાન્ય આરતીની ફી ૩૦૦ હતી તેના પ્રતિ વ્યકિતદીઠ ૪૦૦ રૂપિયા કર્યા છે. જ્યારે વીઆઈપી દર્શનના પાસ ૧૦૦ રૂપિયામાં મળતા હતા તેમાં વધારો કરી ૨૦૦ રૂપિયા પ્રતિ વ્યકિતદીઠ કરવામાં આવ્યા છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર હવે ભક્તોના નિવાસમાં રહેનારા સાંઈ ભક્તોને પણ વીઆઈપી દર્શનના પાસ મળી શકશે. આ માટે ભકત નિવાસમાં જ કાઉન્ટર બનાવવામાં આવશે.

અેક માહિતી મુજબ અેક કલાકમાં સરેરાશ ૩૦૦ વીઆઈપી દર્શનના પાસ વેચાય છે. પાસ વગર સાંઈ દર્શનમાં અનેક કલાકો લાગે છે ત્યારે પાસ દ્વારા માત્ર ૨૦ થી ૩૦ મિ‌િનટમાં જ વીઆઈપી દર્શનની તક મળે છે. આમ, આગામી પહેલી માર્ચથી નાસિકમાં ‌િશરડીમાં સાંઈ દર્શન અને આરતીની ફીમાં વધારો કરવાનો ટ્રસ્ટે નિર્ણય કર્યો છે.

You might also like