નાગાલેન્ડમાં મહિલા અનામતની વિરુદ્ધ પ્રદર્શન : સરકારી ઇમારતો આગ હવાલે

કોહિમા : શહેરનાં સ્થાનિક એકમ (યૂએલબી) ચૂંટણીમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની વિરુદ્ધ નાગાલેન્ડની રાજધાની કોહિમામાં ગુરૂવારે પણ પ્રદર્શન ચાલુ રહ્યા હતા. જે હિંસક બની ગયા હતા. પ્રદર્શનકર્તાઓએ કેટલીક સરકારી ઇમારતોમાં આગ લગાવી દીધી હતી ત્યાર બાદ અર્ધસૈનિક દળોને ફરજ પર મુકવામાં આવ્યા હતા.

ગુરૂવારે હજારો લોકોએ સચિવાલય, મ્યુનિસિપલ કાઉન્સિલ અને જિલ્લા કમિશ્નરની ઓફીસ તરફ માર્ચ કરી હતી. અત્રે નોંધનીય છે કે મંગળવારે પોલીસ અને પ્રદર્શનકર્તાઓ વચ્ચેના ધર્ષણમાં 2 યુવકોનાં મોત નિપજ્યા હતા અને ઘણા મોટા પ્રમાણમાં લોકો ઘાયલ થયા હતા. પ્રદર્શનકર્તાઓએ મુખ્યમંત્રી ટી.આ જેલિંઆંગ અને તેમના મંત્રીઓનાં રાજીનામા ન આવે ત્યા સુધી બંન્ને મૃતકોનાં અંતિમ સંસ્કાર કરવાની પણ મનાઇ કરી દીધો હતો.

જનજાતી સંસ્થા મહિલાઓને અનામત આપવાનો વિરોધ કરી રહી છે. બીજી તરફ મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા અટકાવી દેવાઇ છે. ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણી રદ્દ કરી દેવામાં આવી છે. ટ્રાઇબલ સંસ્થા એનટીએસીનાં પ્રવક્તાએ જણાવ્યું કે પ્રદર્શનકર્તાનાં શબોને મુખ્યમંત્રી ટી.આર જેલિઆંગ અને સત્તાધારી પાર્ટી એનપીએફાં અધ્યક્ષનાં ઘરની સામે અંતિમ સંસ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.

You might also like