હૈદરાબાદમાં પણ લાગ્યા બુરહાન વાનીનાં સમર્થનમાં નારા

હૈદરાબાદ : હૈદરાબાદ યુનિવર્સિટીમાં શનિવારે રાત્રે કથિત રીતે એક ગ્રુપ દ્વારા હિઝબુલ આતંકવાદી બુરહાન વાનીનાં સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા. જેનો વિરોધ કરવા માટે બીજા સમુહ દ્વારા ભારત માતા કી જયનાં નારા લગાવવામાં આવ્યા. શનિવારે સાંજે 6 વાગ્યે હૈદરાબાદ યુનિવર્સિટીનાં એક વિદ્યાર્થી જુથ કન્સર્ન્ડ સ્ટુડન્ટ્સે કાશ્મીરમાં સ્ટેટનાં કબ્જા અને દમનનાં મુદ્દે એક બેઠક બોલાવી હતી. જેનું નામ દેટ્સ વેન આઇ થ્રુ સ્ટોન હતું. આ મીટિંગ દરમિયાન વિદ્યાર્થીઓએ કથિત રીતે કાશ્મીરનાં વિભાજન અને બુરહાનનાં મૃત્યુ વિરુદ્ધ દેશદ્રોહનાં નારા લગાવ્યા હતા.

આ બેઠકમાં પીએચડી સ્કોલર મસરુક દાર, યુનિવર્સિટીનાં અન્ય વિદ્યાર્થીઓ અને ઇકોનોમિક્સ વિભાગનાં પ્રોફેસર જી. વિજયે સંબોધિત કરી. આ મીટિંગ બાદ વિદ્યાર્થી એક ડોક્યુમેન્ટ્રી ઇશાલ્લાહ કાશ્મીરની સ્ક્રીનિંગની યોજના બનાવી રહ્યા હતા જો કે પ્રોજેક્ટર નહી હોવાનાં કારણે સ્ક્રીનિંગ થઇ શકી નહોતી.

પોલિટિકલ સાયન્સ વિભાગનાં પીએચડી સ્કોલર અમોલ સિંહે જણાવ્યું કે એબીવીપીનાં સભ્યોએ કેમ્પસમાં ભારત માતા કી જયનાં નારાઓ લગાવતા એક બાઇક રેલી કાઢી હતી. સિંહે જણાવ્યું કે કાર્યક્રમ બાદ જ્યારે હું મિત્રો સાથે ફરી રહ્યો હતો તો કેટલાક લોકોએ મારા પર પાછળથી હૂમલો કર્યો. મે તેમની સાથે ઉગ્રતાથી વાત કરી તો તેમણે મારી સાથે મારામારી કરી. તેઓએ મને કાશ્મીરી વિદ્યાર્થી બિલાલ સમજી લીધો હતો. યુનિવર્સિટીનાં સુરક્ષા કર્મીઓ વચ્ચે ન આવ્યા ત્યાં સુધીઓ તેઓએ મારી સાથે મારા મારી ચાલુ રાખી.

You might also like