દેશભરમાં ગૌ હત્યા વિરુદ્ધ બને એક કાયદો: સંઘ પ્રમુખ મોહન ભાગવત

નવી દિલ્હી: RSS પ્રમુખ મોહન ભાગવતએ ગૌહત્યા વિરુદ્ધ દેશભરમાં એક કાયદો બનાવવા માટે પૂરજોશમાં વકીલાત કરી અને દેખરેખ રાખતાં સમૂહોને પશુઓની રક્ષા કરતા સમયે કાયદાનું પાલન કરવા માટે કહ્યું છે.

ભાગવતે ભગવાન મહાવીર જયંતિ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું, ‘અમે દેશભરમાં ગૌહત્યા પર રોક લગાવવા માટેનો કાયદો ઇચ્છીએ છીએ.’ આરએસએસ પ્રમુખે કહ્યું કે કાયદાનું પાલન કરતાં ગાયની રક્ષા કરવાનું કામ ચાલુ રહેવુ જોઇએ.

એમણે કહ્યું કે ગૌહત્યાના નામ પર કોઇ પણ હિંસા ઉદ્દેશ્યનું નામ બદનામ કરે છે અને કાયદાનું પાલન કરવું જ જોઇએ. જણાવી દઇએ કે તાજેતરમાં જ ગૌરક્ષાના નામ પર એક વ્યક્તિ સાથે મારામારીની બાબત સામે આવી હતી. ગૌ તસ્કરીના આરોપમાં લોકોએ આશરે 15 શંકાસ્પદ ટોળકીની સાથે ખરાબ રીતે મારામારી કરી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બાદમાં મળેલા દસ્તાવેજો પરથી સ્પષ્ટ થાય છે કે એમની પાસે ગાય લઇ જવાના પણ દસ્તાવેજ હતા.

રાજ્યસભામાં અલવર કાંડ પર હંગામો પણ થયો હતો. કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહએ અલવરનો મુદ્દો ગૃહમાં ઊઠાવ્યો હતો. એમણે ગૌરક્ષાના નામ પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસએ આરોપોના જવાબો આપ્યા. નકવીએ આવી ઘટના બની હોવાની જ ના પાડી દીધી હતી. એમણે ગૃહમાં જણાવ્યું હતું કે જે ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે એવી કોઇ ઘટના જમીન પર થઇ નથી.

http://sambhaavnews.com/

You might also like