વ્હાઇટ હાઉસે હુલ્લડવાળા નિવેદન અંગે ટ્રમ્પની આકરી ઝાટકણી કાઢી

વોશિંગ્ટન : અમેરિકામાં પુર્વ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે હવે વ્હાઇટ હાઉસ પણ સક્રીય થઇ ગયું છે. વ્હાઇટ હાઉસે રિપબ્લિકન પાર્ટીનાં દાવેદાર ડ્રોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી હતી. વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા જોશ અર્નેસ્ટે કહ્યું કે ટ્રમ્પની ટીકીટ અંગે કરાયેલી ટીપ્પણી યોગ્ય નથી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ટ્રમ્પે નિવેદન આપ્યું હતું કે મને ટીકીટ નહી મળે તો દેશમાં હુલ્લડ થશે. વ્હાઇટ હાઉસે આ નિવેદન અંગે રોષ પ્રકટ કર્યો હતો. વ્હાઇટ હાઉસે કહ્યું કે આ ટીપ્પણી પર કોઇ રાજકીય તર્ક આપી શકાય નહી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ બરાક ઓબામાં ડેમોક્રેકિટ પાર્ટીનાં ઉમેદવાર છે.

વ્હાઇટ હાઉસે ટ્રમ્પની આકરી ઝાટકણી કાઢી નાખી હતી. તેઓએ જણાવ્યું કે ટ્રમ્પ દાવાઓ કરી રહ્યા છે કે તે પોતે જ લોકપ્રિય ઉમેદવાર છે તે દાવાઓ ખોટા છે. વોલ સ્ટ્રીટ જર્નલનાં એડિટોરિયલ બોર્ડનાં રિપોર્ટ અનુસાર હિલેરી ક્લિન્ટનને ટ્રમ્પ કરતા દસ લાખ વધારે વોટ મળ્યા છે. ટ્રમ્પે તેવું નિવેદન પણ કર્યું હતું કે ક્યારેક વિકસીત રાષ્ટ્ર ગણાતુ અમેરિક હવેત્રીજી દુનિયાનો દેશ બની ગયું છે. તેણે કહ્યું કે જો દુબઇ અને ચીનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવામાં આવે તો અમેરિકા ઘણું પછાત છે.

ટ્રમ્પે કહ્યું કે આ દેશો પાસે બુલેટ ટ્રેન્સ છે. જે કલાકે કેટલાય માઇલ્સ કાપી નાખવાની ઝડપ ધરાવે છે. જો હું રાષ્ટ્રપતિ બની જઇશ તો ઇસ્લામિક સ્ટેટને તબાહ કરીને અમેરિકાને ફરી નંબર-1 પર લાવીશ. જ્યાં સુધી વેપારની વાત છે આપણે સ્માર્ટ બનવું પડશે કારણ કે આપણે ગરીબ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પોતાનાં વિવાદિત નિવેદનોનાં કારણે જ ચર્ચામાં રહે છે. તેઓ અગાઉ મુસ્લિમોમાં મોટા ભાગનાં આતંકવાદી હોય છે તેવું નિવેદન પણ આપી ચુક્યા છે.

You might also like