વલસાડમાં યુવતી પર પરિચિત દ્વારા દૂષ્કર્મ, પોલીસે કરી આરોપીની ધરપકડ

વલસાડ જિલ્લામાં એક યુવતી પર તેના જ પરિચિત દ્વારા ગેંગરેપ આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી છે. તો પોલીસે ગણતરીના જ કલાકોમાં ગેંગરેપના આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ઘટનાની વિગત એવી છે કે, ભોગ બનનાર યુવતીને તેના જ પરિચિત દ્વારા તિથલ રોડ પર આવેલી કોલેજની પાછળના જંગલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેના પરિચિતે અન્ય ચાર સાગરીતો સાથે મળી ગેંગરેપ આચર્યો હતો. ઘટના બાદ પીડિતા બાજુની સોસાયટીમાં ગઈ અને વોચમેન પાસે મદદ માગી.

ત્યાંથી પીડિતાએ મોબાઈલથી પોલીસને ઘટનાની જાણ કરી હતી. તો પોલીસે ઘટનાના પગલે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે પીડિતા કેટરીંગમાં મજૂરીકામ કરતી હતી. તેના પરિચિતે પીડિતાને કામ આપવાની લાલચે બોલાવી હતી અને બાદમાં આ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપીઓની ધરપકડ બાદ તેમને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ પીડિતા દ્વારા કરવામાં આવી છે.

You might also like