વારાણસીમાં જિલ્લા પોલીસ અને કેદીઓ વચ્ચે હિંસા

વારાણસીઃ ઉત્તર પ્રદેશના વારણસી જિલ્લામાં જેલમાં કેદિઓ અને પોલીસ વચ્ચે મામલો બિચકતા મારામારી અને પથ્થરમારાની ઘટના બની હતી. પરિસ્થિતિને કંટ્રોલમાં લાવવા માટે પોલીસે ગોળીબાર પણ કરવો પડ્યો હતો. આ ઘટનામાં એક ડેપ્યુટી જેલર સહિત સંખ્યાબંધ પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત પામ્યા છે.
banaras-newપરિસ્થિતિની ગંભીરતાને જોતા પોલીસ દળને જેલમાં મોકલવામાં આવ્યો હતો અને પરિસ્થિતિને કાબુ લેવામાં આવી હતી. જિલ્લાના પોલીસ અધિકારી અને પ્રશાસનિક અધિકારી પણ જેલમાં પહોંચી ગયા હતા. સાથે પીએસીને પણ બોલાવવામાં આવ્યા છે.

You might also like