હિંસા અને તણાવના કારણે કાશ્મીરમાં પિક સિઝનમાં પણ ટૂરિસ્ટની અછત

શ્રીનગર ઃ અા વર્ષે કાશ્મીર જનારા ટૂરિસ્ટની સંખ્યા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે, તેનું કારણ રાજ્યમાં ચાલી રહેલી તણાવપૂર્ણ રાજકીય સ્થિતિ છે. હોટલમાં માત્ર ૨૦ ટકા રૂમ ભરાયેલા છે અને એડવાન્સ બુ‌િકંગ પણ થતું નથી. અા પરિસ્થિતિ ત્યારે છે જ્યારે અહીં પિક સિઝન ચાલતી હોય છે.

હોટલવાળા અને ટ્રાવેલ્સ એજન્ટનું કહેવું છે કે જો પરિસ્થિતિ નહીં સુધરે તો તેમનામાંથી ઘણા લોકો અન્ય બિઝનેસમાં શિફ્ટ થવા મજબૂર બનશે. કાશ્મીર હોટલ એન્ડ રેસ્ટોરાં અોનર્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ જાવેદે જણાવ્યું કે દિવસે દિવસે પરિસ્થિતિ અત્યંત ખરાબ બની રહી છે. હોટલમાં માત્ર ૧૫થી ૨૦ ટકા રૂમ ભરાયેલા છે.

વર્ષ પહેલાં અોક્યુપે‌શિવ રેટ ૭૦થી ૮૦ ટકા હતો. રાજકીય અસ્થિરતા અને ચાલુ જ રહેતી હિંસાના કારણે હવે અા સેક્ટર માટે કોઈ સ્કોપ બચ્યો નથી. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીઅે તાજેતરમાં જમ્મુના ઉધમપુરમાં કાશ્મીરના યુવાનોને અાપેલી સ્પીચમાં કહ્યું હતું કે તેમને ટૂરિઝમ અને ટેરરિઝમ બેમાંથી એકને પસંદ કરવું પડશે.

રાજ્યનાં મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીઅે કહ્યું કે ટેરરિઝમનો સામનો ટૂરિઝમ દ્વારા જ કરી શકાય છે, પરંતુ તાજેતરમાં થયેલી હિંસા જોતાં અા સિઝનમાં ટૂરિઝમ બિઝનેસ અપ જાય તેવી બહુ અાશા નથી. ગરમીની સિઝન જમ્મુ-કાશ્મીરમાં સાઉથ કાશ્મીરનું પહેલગાંવ ખૂબ જ બિઝી ટૂરિસ્ટ સ્પોટ હોય છે. તે અમરનાથ ગુફાના રસ્તામાં પડે છે. સિંગાપોર, મલેશિયા અને થાઈલેન્ડથી ટૂરિસ્ટ અાવવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ જોઈઅે તેટલા ટૂરિસ્ટ અાવતા નથી.
http://sambhaavnews.com/

You might also like