દાર્જિલિંગમાં ફરીથી ભડકી હિંસા : રેલ્વે સ્ટેશન સહિતનાં વિસ્તારો આગ હવાલે

દાર્જીલિંગ : દાર્જિલિંગ હિલ્સમાં સતત 29 દિવસથી ચાલી રહેલ અચોક્કસ મુદ્દતનાં બંધ વચ્ચે ગોરખાલેન્ડ ટેરિટોરિયલ તંત્રની ઓફીસ, એક રેલ્વે સ્ટેશન અને જંગલમાં બનેલ એક બંગલાને આગ લગાવી દીધી હતી. જ્યારે ઘણી ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું. હિલ્સમાં હિંસા અને આગ લગાવવાનાં મુદ્દે દાર્જીલિંગ, કલિંપોંગ અને સોનાદા થલસેનાની ત્રણ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. અર્ધસૈનિક અને પોલીસ દળોએ માર્ગ પર પણ ચુસ્ત પેટ્રોલિંગ કર્યું હતું.

સેંકડો પ્રદર્શનકર્તાઓએ નેપાળી ભાષાનાં જાણીતા કવિ ભાનુ ભક્ત આચાર્યની કવિતાનું પઠન કરતા કરતા રંગારંગ રેલીઓ કાઢી અને તેમણે પોતાનાં હાથમાં અલગ ગોરખાલેન્ડ રાજ્યનાં સમર્થવાળી તખ્તીઓ પણ રાખી હતી ગોરખા જનમુક્તિ મોર્ચા અને હિલ્સની અન્ય પાર્ટીઓએ આજે ભાનુભક્ત આચાર્યની જયંતી પણ ઉજવી હતી. હિલ્સમાં સતત 26 દિવસથી ઇન્ટરનેટ સેવાઓ બંધ છે. દવાની દુકાનો છોડીને તમામ દુકાનો અને ઓફીસો બંધ છે.

You might also like