સગાઈ તૂટતાં યુવતી સાથેની અંગત પળોના વીડિયો-ફોટા વાઈરલ કર્યા

અમદાવાદ: રાજસ્થાનની એક પરિણીત યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઇમમાં પૂર્વ મંગેતર વિરુદ્ધમાં બીભત્સ વી‌ડિયો અને ન્યૂડ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ કરીને બદનામ કરવા બદલ ફરિયાદ કરી છે. યુવતીએ યુવક સાથે સગાઇ તોડ્યા બાદ અન્ય યુવક સાથે લગ્ન કરી દેતાં તેના વી‌ડિયો વાઈરલ કર્યા છે. વી‌ડિયો અને ફોટોગ્રાફ્સ યુવતીના પતિને મળતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.

શહેરના એસજી હાઇવે પર રહેતી અને મૂળ રાજસ્થાનની રીટા (નામ બદલેલ છે)એ મુંબઇમાં રહેતા અજય નામના યુવક વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.

ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે રીટાની અજય સાથે સગાઇ થઇ હતી. સગાઇ બાદ અજયે રીટાના ન્યૂડ ફોટોગ્રાફ્સ અને બીભત્સ ક્લિપ પોતાના મોબાઇલમાં ઉતારી લીધી હતી. કોઇ કારણસર અજય અને રીટાની સગાઇ તૂટી ગઇ હતી અને બન્ને અલગ અલગ થઇ ગયાં હતાં.

આઠ મહિના પહેલાં રીટાનાં એક સોફ્ટવેર એન્જિનિયર સાથે લગ્ન થયાં હતાં અને અમદાવાદ રહેવા માટે આવી ગઇ હતી ત્યારે એક મહિના પહેલાં અજયનાં પણ અન્ય યુવતી સાથે લગ્ન થઇ ગયાં હતાં.

રીટા હાલ ગર્ભવતી છે તેવી સ્થિતિમાં અજયે તેને બદનામ કરવા માટે રીટાના બીભત્સ વીડિયો અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધા હતા. રીટાએ સગાઇ તોડી તેનો બદલો લેવા માટે અજયે આ કરતૂત કર્યું હતું.

અજયે સોશિયલ મી‌ડિયામાં ફરતા કરેલા વી‌ડિયો અને ફોટોગ્રાફ્સ રીટાના પતિ પાસે પહોંચી ગયા હતા. ગઇ કાલે રીટાએ સાયબર ક્રાઇમમાં અજય વિરુદ્ધમાં ફરિયાદ કરતાં તેની ધરપકડ કરવામાં આવી છે.

You might also like