વિન્ટેક કંપનીનું 400 કરોડનું ઉઠમણું : 7 પાસ માલિકે ઝેરી દવા પીધી

સુરત : સરથાણા વિસ્તારમાં વિન્ટેક કંપનીએ 400 કરોડ રૂપિયામાં ઉઠમણુ કર્યાનાં સમાચાર વહેતા થતા રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. રોકાણકારો ધીરે ધીરે વિન્ટેકની બહાર એકઠા થવા લાગ્યા છે. તો બીજી તરફ વિન્ટેક એચઆરપી કંપનીના ચેરમેન જીગ્નેશ પાનશેરિયાએ ઝેરી દવા પી લીધી છે. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાક્રમ બાદ રોકાણકારોના જીવ અદ્ધર થઇ ગયા છે. અનેક લોકો કંપનીની મુખ્ય ઓફીસે દોડી આવ્યા હતા. તેમનો આરોપ હતો કે જીગ્નેશ નાટક કરી રહ્યો છે. મલ્ટી લેવલ માર્કેટિંગ કંપની દ્વારા લાખો લોકોનાં 400 કરોડ રૂપિયાથી વધારેનું કંપનીએ ઉઠમણું કર્યું છે. પુણા વિસ્તારમાં મોટા પ્રમાણમાં રોકાણકારો એકત્ર થઇને હલ્લાબોલ બોલાવી રહ્યા છે. પોતાનો ભાગ પરત માંગી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર 7 ધોરણ પાસ જીગ્નેશે થોડા સમય અગાઉ એચઆરપી વિન્ટેક કંપની શરૂ રી હતી. જેમાં તે શરૂઆતમાં માત્ર 30 રૂપિયા ઉઘરાવી લોકોને સભ્યો બનાવતો. તે લોકોએ તેની નીચે બીજા સભ્યો બનાવવાનાં રહેતા. આમ કરતા કંપની કરોડોનું ટર્ન ઓવર સુધી પહોંચી ગઇ હતી. આ કંપની નાણાનું રોકાણ જમીન સહિતનાં ક્ષેત્રમાં કરતી અને રોકાણકારોને સારૂ વળતર આપતી હોવાથી જોત જોતામાં તેનાં કરોડો સભ્યો બની ગયા હતા.

You might also like