Categories: Lifestyle

અદ્ભુત આભૂષણનો અદમ્ય દબદબો

આજે બજારમાં વૈવિધ્યસભર આભૂષણો મળી રહ્યાં છે. વિવિધ પ્રકારનાં વસ્ત્રપરિધાન સાથે વિવિધ પ્રકારના આભૂષણ અલગ જ પ્રકારનો દેખાવ આપે છે. ત્યારે વિન્ટેજ જ્વેલરીમાં થોડા ફેરફાર કરીને તૈયાર કરવામાં આવેલી ડિઝાઇનર જ્વેલરી દરેક પ્રકારનાં કપડાં પર પહેરી શકાય તેવી હોય છે. આ રીતની જ્વેલરી વિન્ટેજ સાથે થોડો મોડર્ન ટચ આપીને તૈયાર કરવામાં આવે છે. દેખાવમાં ભારે લાગતી આ જ્વેલરી પહેરવામાં સાવ હળવી હોય છે.

સમય સાથે કપડાંમાં જે રીતે રેટ્રો થીમ પાછી આવી રહી છે તેવી જ રીતે જ્વેલરીમાં પણ જૂના સમયનાં આભૂષણોમાં થોડા ફેરફાર સાથેની ડિઝાઇનર જ્વેલરીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જ્વેલરી ડિઝાઇનર નીના શાહ કહે છે કે, “એન્ટિક જ્વેલરી ક્યારેય પણ આઉટડેટ થતી નથી, પરંતુ આજની યુવાપેઢી હંમેશાં કાંઇક નવું માગતી હોય છે. ત્યારે વેસ્ટર્ન, ટ્રેડિશનલ અને ઇન્ડો-વેસ્ટર્ન ત્રણેય પ્રકારનાં કપડાં પર પહેરી શકાય તેવી જ્વેલરી ડિઝાઇન કરી છે. હાલ માર્કેટમાં સિલ્વર અને ગોલ્ડ બેઝની જ્વેલરી તો મળી જ રહી છે, પરંતુ મેં સિલ્વર અને ગોલ્ડ બંનેના કોમ્બિનેશન સાથેની જ્વેલરી ડિઝાઇન કરી છે.

જે દેખાવમાં તો અદ્ભુત લાગે જ છે, પરંતુ તે દરેક પ્રકારનાં વસ્ત્રો સાથે મેચ પણ થાય છે.” ટેમ્પલ જ્વેલરી, અફઘાની સ્ટાઇલ, મોગલાઇ સ્ટાઇલની એન્ટિક જ્વેલરીમાં કેટલાક કન્ટેમ્પરરી ફેરફાર કરીને નેકલેસ, હાથનાં કડાં, બુટ્ટી અને ડુલ્સ જેવી વિવિધ જ્વેલરી ડિઝાઇન કરી છે. વળી આ જ્વેલરીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દેખાવમાં જ ભારે લાગે છે. પહેરવામાં તે ખૂબ જ હળવી હોય છે. આ જ્વેલરી બનાવવામાં ખાસ પ્રકારની હસ્તકલાનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તેથી તેને તૈયાર થતા થોડો સમય લાગે છે.

પ્રતીક્ષા શાહ કહે છે કે, ” મેં વિવિધ સ્ટોનની અને જડતર બેઝની જ્વેલરી તો ઘણી પહેરી છે, પરંતુ આવી જ્વેલરી મારી પાસે ન હતી. તેથી મેં રાજસ્થાની અને અફઘાની સ્ટાઇલની જ્વેલરીનું કોમ્બિનેશન કરીને ડિઝાઇનર નેકલેસ કરાવ્યો છે. દેખાવમાં ભારે લાગતો આ સેટ પહેરવામાં હળવો છે. જે તમે સાડી અને સૂટ બંને પર પહેરી શકો છો.”

રિન્કી દવે કહે છે કે, “મને વિવિધ પ્રકારનાં આભૂષણોનો ખૂબ જ શોખ છે. વળી હાલ કોઈ પણ ફંક્શનમાં ગોલ્ડ જ્વેલરી કરતાં આવી ઇમિટેશન જ્વેલરીનો ટ્રેન્ડ ખૂબ જ ચાલે છે. મેં સ્પિરિચ્યુઅલ સ્ટાઇલ ઝૂમકાં ડિઝાઇન કરાવ્યાં છે. જે જૅમ્સ સ્ટોન ને મોગલાઇ સ્ટાઇલનું કોમ્બિનેશન છે.” તો કાંઇક આવા જ નવા કોન્સેપ્ટ સાથેની ડિઝાઇનર જ્વેલરી પહેરીને તમે પણ મેળવી શકો છો એલિગન્ટ લુક.

પૂર્વી દવે વ્યાસ

Krupa

Recent Posts

સગવડના બદલે અગવડઃ BRTSના સ્માર્ટકાર્ડધારકો ધાંધિયાંથી પરેશાન

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ…

3 hours ago

કેન્દ્રીય વિદેશ પ્રધાનની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકા છવાયુ

ગાંધીનગર: કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી…

4 hours ago

ધો.૧૦-૧રની પ્રિલિમિનરી પરીક્ષાનો ર૮મીથી આરંભ

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટેની ફાઇનલ પરીક્ષાના રિહર્સલ સમી પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ ર૮ જાન્યુઆરી સોમવારથી…

4 hours ago

જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ

અમદાવાદ: તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું…

4 hours ago

PM મોદી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા, આશીર્વાદ લીધા

અમદાવાદ: નરેન્દ્ર મોદી૧૭મી જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાતમાં રોકાણના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ તેમના વ્યસ્ત…

4 hours ago

દિલ્હીમાં દ‌ક્ષિણ ભારતનાં ધાર્મિક સંંગઠનો પર આતંકી હુમલાની સા‌જિશનો પર્દાફાશ

નવી દિલ્હી:  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ એજન્સીએ દ‌િક્ષણ ભારતમાં ધાર્મિક સંગઠનો પર મોટા આતંકી હુુમલાની સા‌જિશનો પર્દાફાશ કરીને…

4 hours ago