બિમારીને કારણે આટલા બદલાઇ ગયા વિનોદ ખન્ના

મુંબઇઃ શુક્રવારે રાત્રે એક્ટર વિનોદ ખન્નાના શરીરમાં પાણીની ઉણપને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ગિરગાંવની એનએચ રિલાયન્સ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં હતા. મળતી માહિતી મુજબ તેમને બ્લેડર કેન્સર થયું છે. જો કે હજી સુધી આ વાતની પુષ્ટી થઇ નથી.

વિનોદ ખન્નાના પુત્ર રાહુલ ખન્નાએ ઝણાવ્યું છે કે મારા પિતા બિલકુલ સ્વસ્થ છે. અને તેમને જલ્દી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. રાહુલે હોસ્પિટલનો આભાર માન્યો છે. સાથે જ તેમણે હોસ્પિટલ સ્ટાફનો પણ આભાર માન્યો છે. જેમણે તેના પિતાની સારવાર કરી છે. હોસ્પિટલે પણ ખાતરી આપી છે કે વિનોદ ખન્નાના સ્વાસ્થ્યમાં સારો સુધારો આવ્યો છે. સાથે જ તેમને જલ્દી ડિસચાર્જ કરવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like