ઘરે પહોંચ્યો વિનોદ ખન્નાનો પાર્થિવ દેહ, સાંજે અંતિમ સંસ્કાર

મુંબઇઃ 70 વર્ષના વિનોદ ખન્નાનું ગુરૂવારે નિધન થયું છે. છેલ્લાં દોઢ મહિનાથી તેઓ ગિરગાંવની એચએન રિલાયંસ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં સારવાર લઇ રહ્યાં હતા. વિનોદ ખન્નાના આંતિમ સંસ્કાર વરલી શમશાન ભૂમિમાં સાંજે 5 વાગે કરવામાં આવશે. જો કે હાલ તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ્થાને લઇ જવામાં આવ્યો છે.

વિનોદ ખન્નાના નિધનના સમાચારથી બોલિવુડમાં શોકની લહેર છવાઇ ગઇ છે. અમિતાભ બચ્ચને વિનોદ ખન્નાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેઓ પોતાનું તમામ કામ બંધ કરી વિનોદ ખન્નાને અંતિમ વિદાય આપવા જઇ રહ્યાં છે. અમિતાભ બચ્ચન હાલ સરકાર-3ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

હેમામાલિનીએ પણ વિનોદ ખન્નાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તો પીએમ મોદીએ ટ્વિટર પર શોકાંજલી આપતા લખ્યું છે કે એક સારા વ્યક્તિ, સારા રાજકાણી અને સારા અભિનેતાની ખોટ ક્યારે પણ પૂરી નહીં શકાય. તો કરણ જોહરે ટવિટ કરીને લખ્યું છે કે તેમની છબીને આજે પણ કોઇ ટક્કર આપી શકે તેમ નથી. તેમના સુપરસ્ટાર સ્વૈગને જોઇને અમે મોટા થયા છે. RIP વિનોદ ખન્ના..

http://sambhaavnews.com/

 

 

 

 

You might also like