જાણીતા હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું નિધન, CMએ દુઃખ વ્યક્ત કર્યું

ગુજરાતી હાસ્ય લેખ સાહિત્યમાં સૌથી મોટું નામ ધરાવતા વિનોદ ભટ્ટનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી વિનોદ ભટ્ટની તબિયત નાજુક રહેતી હતી. વિનોદ ભટ્ટનું નિધન 80 વર્ષની ઉંમરે થયું છે. તેમનું નિધન તેમના અમદાવાદ સ્થિત નિવાસ સ્થાને થું છે.

વિનોદ ભટ્ટનો જન્મ 14 જાન્યુઆરી, 1938માં થયો હતો. તેમનો જન્મ નાંદોલ ખાતે થયો હતો. તેઓ અનેક શ્રેષ્ઠ રચનાઓના કારણે પ્રસિદ્ધ થયા હતા. તેઓ 1996 થી 1997 દરમિયાન સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહી ચુક્યા હતા. હાસ્ય લેખક વિનોદ ભટ્ટના નિધનને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કર્યું છે.

સીએમ રૂપાણીએ કહ્યું કે સાહિત્ય જગતને ના પુરાય તેવી ખોટ પડી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિનોદ ભટ્ટના નિધનને લઇને દુઃખ વ્યક્ત કર્યું.

You might also like