વિનોદ ખન્નાની એક્સ વાઇફ અંતિમ સંસ્કારમાં ભાંગી પડી

મુંબઇ : વિનોદ ખન્નાનું 27 એપ્રિલનાં રોજ કેન્સરનાં કારણે અવસાન થયું હતું. તેઓ છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હોસ્પિટલમાં જ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. વિનોદ ખન્નાને ઇન્ડિયન નેવીએ ગાર્ડ ઓફ ઓનર તેમનાં મલબાર સ્થિત ઘરે જ આપવામાં આવ્યું હતું.

સુત્રો અનુસાર પરિવાર ઇચ્છતો હતો કે ખન્નાનાં મૃત્યુને ગ્લોરીફાઇડ બનાવવામાં ના આવે અને પ્રાઇવેટ રીતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે. તેણે એમ્બ્યુલન્સની અંદર પડદા ના હોવાથી સફેદ ચાદર બારી આગળ મુકી દેવામાં આવી હતી, જેથી મીડિયા વિનોદ ખન્નાના પાર્થિવ દેહનાં ફોટો પાડી શકે નહી. વિનોદ ખન્નાની અંતિમ ઇચ્છા હતી કે સાક્ષી તેમને અગ્નિદાહ આપે.

સુત્રોનાં જણાવ્યા પ્રમાણે વિનોદ ખન્ના પંજાબનાં ગુરદાસપુરનાં સાંસદ સભ્ય છે અને તેમને ગાર્ડ ઓફર ઓનર આપવામાં આવે. નેવીનાં અધિકારીઓ જ્યારે વિનોદ ખન્નાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યા ત્યારે પરિવારે ઘરની બિલ્ડિંગની અંદર જ આ વિધિ પતાવી હતી. ગાર્ડ ઓફ ઓનર બાદ વિનોદ ખન્નાનો પાર્થિવ દેહ નેવીનાં ફ્લેગમાં લપેટવામાં આવ્યો હતો.

સાક્ષી ખન્નાએ વિનોદ ખન્નાનાં પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી. આ જ કારણથી સાક્ષી ખન્ના વરલી સ્મશાનઘાટમાં વહેલો આવી ગયો હતો અને તેણે તમામ પુજા કરી હતી. વિનોદ ખન્નાની પહેલી પત્ની ગીતાંજલી પુત્ર અક્ષય ખન્ના સાથે આવી હતી. વિનોદ ખન્નાનાં અંતિમ સંસ્કાર થયા ત્યારે ગીતાંજલી ભાંગી પાડી હતી અને તેમને રાહુલ તથા અક્ષય ખન્નાએ સાંત્વના આપી હતી. જ્યારે વિનોદ ખન્નાની બીજી પત્ની કવિતાને છેલ્લા બે વર્ષથી બ્લેડર કેન્સર અંગે જાણ હતી.

You might also like