ના હોય ! 39 હજાર રૂપિયાનું લીંબુ….

વેલુપુરમ : લીંબુને લઇને આજે પણ લોકોમાં અંધવિશ્વાસ કાયમ છે. શું તમે આઇડીયા લગાવી શકો છો કે એક લીંબુની કિંમત વધારેમાં વધારે કેટલી હોય શકે? તામિલનાડુના વેલુપુરમ જિલ્લામાં એક લીંબુની હરાજી કરવામાં આવી જેમાં એક દંપતીએ તેને 39,000માં ખરીદ કર્યું. ખરેખર તામિલનાડુના મંદિરમાં 11 દિવસ સુધી ધાર્મિક ઉત્સવ ‘પંગુની ઉથીરામ’ મનાવવામાં આવે છે. લોકોને શ્રધ્ધા છે કે આ ઉત્સવના અંતિમ દિવસે ફ્રુટ ધરાવાથી પોતાની મનોકામના પુર્ણ થાય છે. તિરૂવન્નેનલૂરના બાલાતંડેઉતપની મંદિરમાં 11 દિવસ સુધી ચાલનારા ઉત્સવના અંતિમ દિવેસ ભગવાન મુરૂગનને ધરાવવામાં આવેલ ફ્રુટની હરાજી કરવાની પરંપરા છે. મંદિરના અધિકારીઓ દ્વારા આ ફ્રૂટની હરાજી કરવામાં આવે છે. આસપાસના ગામવાળાઓનું માનવું છે કે આ ફ્રુટ જેની પાસે હોય છે તેમની સમૃધ્ધિ થાય છે અને જે દંપતી પાસે હોય છે તેમને સંતાન પ્રાપ્તી થાય છે. આ વર્ષે જયરામન અને અમરાવતી નામના દંપતીએ આ પવિત્ર લીંબુની 39 હજાર રૂપિયામાં ખરીદી કરી હતી. બાકીના આઠ લીંબુની પણ સારી કિંમત આવી. આ નવ લીંબુમાંથી 57,772 રૂપિયાની આવક થઇ. ગામના એક વૃધ્ધ અનુસાર આ મંદીર ક્યારે બન્યુ તે અંગે કોઇને કોઇ જાણકારી નથી. આ મંદિર બે પહાડની વચ્ચે આવેલું છે.

You might also like