અપના હાથ જગન્નાથ: જે સરકારે ન કર્યું, તે લોકોએ કર્યું, વાત્રક નદી પર ગ્રામજનોની ચેકડેમ બનાવવાની શરૂઆત

અરવલ્લી જિલ્લાનાં મેઘરજ તાલુકામાં છેલ્લાં ઘણાં સમયથી ગ્રામજનોને પાણીની સમસ્યાં હોવાંથી લોકો પરેશાન છે. ત્યારે હવે મેઘરજ સહિતનાં 7 ગામનાં લોકોએ રાજસ્થાનથી આવતી વાત્રક નદીમાં ચેકડેમ બનાવવાની શરૂઆત કરી છે. આ ગામમાં માત્ર ચોમાસામાં જ પાણી મળે છે અને જ્યારે બીજા સમય દરમ્યાન પાણીની સમસ્યા જોવાં મળે છે.

આ મામલે ગ્રામજનો દ્વારા ઘણી વખતે સરકારમાં રજૂઆત કર્યા બાદ પણ સરકાર દ્વારા કામ ન કરવામાં આવતાં ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવાં મળ્યો હતો. સરકારમાં ઘણી વખતે રજૂઆત કર્યા બાદ પણ નિવારણ ન આવતાં હવે 7 ગામનાં લોકો દ્વારા મળીને ચેકડેમ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. છેલ્લાં 15 દિવસથી 7 ગામનાં લોકો ચેકડેમ બનાવવાનું કામ કરી રહ્યાં છે.

ગુજરાતમાં હાલ અનેક ઠેકાણે પાણીની પોકાર ઉઠી રહી છે. વરસાદ આવવાનાં હજી કોઈ એંધાણ નથી, ત્યાં ડેમો પણ સૂકાઈ ગયાં છે. ડેમો સૂકાઈ જવાને કારણે લોકોનાં ખેતર સુધી પહોંચતું પાણી પણ અટકી ગયું છે. આ કારણે જ જગતનો તાત મુશ્કેલીમાં આવી ગયો છે. ત્યારે પોતાની તકલીફો તંત્રનાં કાને ન પડતાં મેઘરજનાં રમાડા ગામનાં લોકોએ જાતે જ શ્રમયજ્ઞ શરૂ કરી દીધો છે.

વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનાં પગલાં નથી લેવાયાં ત્યારે ગુજરાતનાં પ્રશાસનની નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ આવી છે. મેઘરજનાં રમાડા ગામનો આ કિસ્સો પૂરતો છે. વાત્રક નદીનાં આસપાસનાં 20 ગામો પાણીની તકલીફ સામે ઝઝૂમી રહ્યાં હતાં. મહત્વનું છે કે ગ્રામજનો દ્વારા સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી તો પણ કોઈ પણ રીતે તેમની રજૂઆતને ધ્યાનમાં ન લેવાતાં લોકોને સ્વંયભૂ કામગીરી શરૂ કરવી પડી હતી.

ગ્રામલોકોએ અમદાવાદની એક સામાજિક સંસ્થા સાથે મળીને એક અભિયાન શરૂ કર્યું છે અને શ્રમયજ્ઞ કરીને જાતે જ કામગીરી કરવાનું હાથ ધર્યું હતું. આ કામગીરી એક મોટા અભિયાન સ્વરૂપે હાથ ધરાઈ છે. જેમાં ગામ લોકોએ આજે ચેકડેમ બનાવવાનો પ્રારંભ કર્યો હતો. તેમણે વાત્રક નદીમાં ચેકડેમ બનાવી જળસ્ત્રોત ઉભા કરવાનું શરૂ કર્યું હતું.

100થી વધુ ગ્રામજનોએ ભેગા મળીને ચેકડેમ બનાવવાનો આરંભ કર્યો હતો. કંટાળેલાં ગ્રામજનોએ જાતે જ ચેકડેમ બનાવીને જળસ્ત્રોત ઊભો કરવાની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરાઈ ન હતી. ત્યારે હવે ચેકડેમથી ગરીબ આદિવાસી જનતાને ઉનાળામાં પાણીથી રાહત મળશે. આમ, મેઘરજનાં રમાડ ગામનાં ધરતીપુત્રોએ દાખલારૂપ કામ કર્યું છે.

તંત્રની આંખ ખૂલ્લીઃ
જો કે મહત્વનું છે કે હવે ચેકડેમથી ગરીબ આદિવાસી જનતાને ઉનાળામાં પાણીથી રાહત મળશે. આમ, મેઘરજનાં રમાડ ગામનાં ધરતીપુત્રોએ દાખલારૂપ કામ કર્યું છે. ગામનાં લોકોએ જાતે જ શ્રમયજ્ઞ શરૂ કરતાં નિંભર તંત્રની આંખ ખુલી હતી. અરવલ્લીમાં વાત્રક નદી પાસે ચેકડેમ બનાવવાનો મામલો મીડિયામાં ચમક્યા બાદ કલેક્ટર દ્વારા સ્થળની વિશેષ મુલાકાત પણ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા તમામ પ્રકારનાં મદદની કલેક્ટરે ખાતરી પણ આપી હતી.

You might also like