મૃત્યુના 40 વર્ષ પછી જીવતી થઇ ‘વિલાષા’, જાણો શું છે આખી ઘટના

કાનપુરઃ કોઇ વ્યક્તિ મૃત્યુ પામ્યા બાદ કેવી રીતે જીવીત થઇ શકે..?  આમ તો વિચારમાં મૂકી દે તેવી બાબત છે, પણ એટલી વાસ્તવિક પણ છે આ ઘટના. 40 વર્ષ પહેલાં મૃત્યુ પામેલી મહિલા જીવિત થઇને પરત આવી છે. ત્યારે સો કોઇ તેને જોઇને વિચારતા થઇ ગયા છે.

લગભગ 40 વર્ષ પહેલાં એક 32 વર્ષિય મહિલાને સાંપે ડંખ માર્યો હતો. જેને કારણે તેનું મૃત્યુ થયું હતું. મહિલાના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. હવે તે જ મહિલા અચાનક પોતાના ઘરે પરત આવી છે. જેને જોઇને સમગ્ર પરિવાર અચંભામાં પડી ગયો છે. ગામના લોકોને પણ પોતાની આંખો પર વિશ્વાસ થઇ રહ્યો નથી.

ઘાટમપુર બ્લાક પતારા ગામ તેનાપુર નિવાસી વિલાષા (72) પુત્રી ગંગાદીનના પહેલાં લગ્ન ધીરપુર સરઇચ્યાના છેદૂમાં થયા હતી. બે બાળકો રાજકુમાર અને મુન્નીલાલ નો જન્મ થયો. ત્યાર બાદ ગૃહસ્થ જીવન બરોબર ચાલી રહ્યું ન હતું. તેથી જ પતિ પત્ની અલગ થઇ ગયા હતા. ત્યાર બાદ વિલાષાના બીજા લગ્ન કરવામાં આવ્યાં.

કાનપુરના બિધનૂના ઇનાયતપુર મઝાવન નિવાસી કલ્લુ કપરીલ સાથે વિલાષઆના લગ્ન થયા . વિલાષાને સંતાનમાં ચાર બાળકો થયા. ત્યાં જ એક દિવસ વિલાષાને હાથમાં સાંપે ડંખ માર્યો. તેને સારવાર અર્થે લઇ જવામાં આવી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ ઘરના સભ્યોએ તેના અંતિમ સંસ્કાર કર્યા. ગંગાજીમાં પાર્થિવ દેહને પ્રવાહિત કરી દીધો.

તે દરમ્યાન વિલાષા અલ્હાબાદની આસપાસ ખલાસીઓને  નદીમાંથી મળી આવી. વિલાષાને બહાર કાઢવામાં આવી. તેમના શ્નાસ ચાલુ હતા. વિષાલાને તેઓ મંદિરમાં મૂકીને તે ચાલ્યો ગયો. ત્યારથી વિષાલા ત્યાં જ રહેવા લાગી.  પરંતુ જીવનની ઢળતી ઉંમરે 40 વર્ષ પછી તે પોતાના ગામમાં પરત આવી તો તેને જોઇને ઘરના સૌ કોઇ હેરાન છે.

home

You might also like