વિક્રમ સારાભાઇએ પ્રેમના ચક્કરમાં IIM-A ને આપ્યો જન્મ

અમદાવાદ: અમદાવાદની IIM-A દરેક લોકો જાણે છે. અને અમદાવાદને ભારતીય ઇન્સ્ટીય્ટૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) મળી છે ડો. વિક્રમ સારાભાઇના લીધે. પરંતુ  તમને ખબર છે ડોક્ટર સારાભાઇએ પ્રેમના ચક્કરમાં અમદાવાદમાં IIM-A ને જન્મ આપ્યો છે. આવું કમલાના ભત્રીજા સુધીર કક્કડે પોતાની લખેલી બુક ‘અ બુક ઓફ મેમરી’ માં લખ્યું છે.

હકીકતમાં કમલાજીનો એક ભત્રીજો છે. જેનું નામ છે સુધીર કક્કડ, તેમણે પુસ્તક લખ્યું ‘અ બુક ઓફ મેમરી’, એ બુકમાં એમનું કહેવું છે કે ડોક્ટર સારાભાઇને કમલા સાથે એટલો પ્રેમ થઇ ગયો હતો કે એ ચક્કરમાં એમણે આઇઆઇએમ અમદાવાદને જન્મ આપ્યો. સુધીર કક્કડ સાઇકો એનાલિસ્ટ છે એટલે કે મનોવિશ્લેષક. એમનું કહેવું છે કે કમલાનું સારાભાઇની પત્ની મૃણાલિનીથી નજીક હોવું અને એમનું જવાનમાં વિધવા થવું એ વિક્રમ પર ઊંડી અસર થઇ હતી. અને એ કમલાને પ્રેમ કરવા લાગ્યા હતાં અને પછી શરૂ થઇ 20 વર્ષ લાંબી એકસ્ટ્રા મેરિટલ સ્ટોરી. પરંતુ કમલાને લવ ટ્રાઇન્ગલમાં રહેવું નહતું.

કમલા એ સમયે ATIRA માં નોકરી કરતી હતી. કદાચ સારાભાઇથી દૂર જવા એ દિલ્હીમાં સ્થિત ડીસીએમથી આવેલી એક ઓફર પર વિચાર કરવા લાગી. કક્કડ આગળ કહે છે કે સારાભાઇએ દરેક જાતના પ્રયત્નો કર્યા કે એ અમદાવાદમાં રોકાઇ જાય. પહેલા એમને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની ડાયરેક્ટરશિપ ઓફર કરી. પછી લંડનના ટેવિસ્ટોક ઇન્સ્ટિટ્યૂટથી અપીલ કરવામાં આવી કે એનું એક સેન્ટર અમદાવાદમાં પણ ખોલવામાં આવે. જ્યારે આ કોઇ કામમાં ના આવ્યું ત્યારે ડોક્ટર સારાભાઇએ પ્રચાર કર્યો. બોમ્બે છોડીને અમદાવાદમાં આઇઆઇએમ ખોલવામાં આવ્યું અને કમલા ચૌધરી બની એની પહેલી રિસર્ચ ડાયરેક્ટર.

બોમ્બે અને કલકત્તા IIM માટે સ્પષ્ટ પસંદગી હતી. ભારતીન પહેલી IIM કલકત્તાને મળી અને ડો. સારાભાઇની મહેનતના કારણે બીજી IIM અમદાવાદને મળી.

30 ડિસેમ્બર 1971ની રાતે વિક્રમ સારાભાઇના મૃત્યુના સમાચાર મળ્યા. કેટલાક વર્ષો સુધી એવું માનવામાં આવ્યું હતું કે એમનું મોત પ્લેન ક્રેશમાં થયું, પરંતુ સત્ય તો એ છે કે હાર્ટ અટેકને કારણે એમનું મોત થયું હતું. સારાભાઇના મૃત્યુને લિને ખૂબ જ ચર્ચા થઇ. લોકોને નવાઇ લાગી કે કોઇ ઇન્કવાયરી અથવા પોસ્ટમોર્ટમ થયુ નહીં. પરંતુ એમની માતાનો નિર્ણય હતો.

You might also like