બોક્સર વિકાસ યાદવ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો

રિયોઃ ઓલિમ્પિકમાં ભારત માટે હવે મેડલની આશાઓ વધવા લાગી છે. ભારતીય બોક્સર વિકાસ કૃષ્ણ યાદવ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. વિકાસે તુર્કીના બોક્સરને એકતરફી મુકાબલામાં પરાજય આપ્યો છે. તુર્કીના બોક્સર ઓન્ડર સિપાલ પાસે વિકાસના એક પણ મુક્કાનો જવાબ નહોતો અને તે મુકાબલો ૩-૦થી હારી ગયો. આ જીત સાથે જ વિકાસે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે, જ્યાં તેનો મુકાબલો ઉઝબેકિસ્તાનના બોક્સર બેક્ટેમીર મેલકુજિએવ સામે થશે. મેડલની દોડમાં બની રહેવા માટે વિકાસે કોઈ પણ સંજોગોમાં આ મુકબલો જીતવો જ રહ્યો. ઉઝબેક બોક્સરને ઘણો મજબૂત માનવામાં આવી રહ્યો છે.

You might also like