વિજેન્દરનો ‘એશિયા બેલ્ટ’ માટે ભારતમાં જંગ

નવી દિલ્હી: પ્રોફેશનલ બૉક્સર બન્યા પછી હજુ સુધી અજેય રહેલ ભારતીય બોક્સિંગ સિતારો વિજેન્દર સિંહ પ્રોફેશનલ ક્ષેત્રમાં પોતાના પહેલા વિજેતાપદમાં WBO (વર્લ્ડ બોક્સિંગ ઓર્ગેનાઈઝેશન)ના એશિયા બેલ્ટ માટેના પ્રયાસમાં જૂન મહિનામાં રાજધાનીમાં ઘરઆંગણેના પ્રેક્ષકોની હાજરીમાં મુકાબલો રમશે. “મારા પ્રથમ વિજેતાપદ માટેનો મુકાબલો હું ઘરઆંગણેના દર્શકો વચ્ચે રમવામાં ઘણો ઉત્સુક બન્યો છું એમ વિજેન્દરે માન્ચેસ્ટર ખાતેથી કહ્યું હતું, જ્યાં તે ૧૨મી માર્ચના પોતાના આગામી મુકાબલા માટે ટ્રેનિંગ કરી રહ્યો છે. એશિયાના તાજ માટેના મુકાબલાનું સ્થળ અહીંનું ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ હોઈ શકે છે, વિજેન્દરનો ૧૨ માર્ચનો મુકાબલો છ રાઉન્ડનો હશે અને ત્યાર પછી તે એપ્રિલ-મેમાં બીજા બે મુકાબલા લડશે.

You might also like