વિજેન્દર સિંહે ચીની બોક્સર જુલ્ફિકાર મૈમૈતિયાલીને આપી માત

નવી દિલ્હી: ભારતીય બોક્સર સ્ટેર વિજેન્દર સિંહએ ચીની હરીફ જુલ્ફિકાર મૈમૈતિયાલીને નજીકની હરિફાઇમાં હરાવીને ડબ્લૂબીઓ એશિયા પેસિફિક સુપર મિડિલવેટનો પુરસ્કાર જીતી લીધો છે.

વિજેન્દરના પ્રશંસકો માટે આ ડબલ ખુશીની ક્ષણ હતી કારણ કે એમણે ડબ્લ્યૂબીઓ ઓરિયન્ટલ સુપર મિડલવેટ પુરસ્કાર પણ જીત્યો.

પેઇચિંગ ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા વિજેન્દરની વ્યવસાયિક કરિયરમાં આ સતત 9 મી વખત જીત હતી. વિજેન્દરે પોતાના કદ અને અનુભવનો ખૂબ જ સરસ ઉપયોગ કર્યો.

ચીની બોક્સરને રક્ષાત્મક રણનીતિ અપનાવી પડી. ચીની બોક્સરને વિજેન્દરને પાંચ વખત નીચે પંચ લગાવવાનો પ્રયત્ન કર્યો અને રેફરીએ એમને ચેતવણી પણ આપી.

એમણે જીત બાદ કહ્યું કે જીતવા છતાં પણ હું ટાઇટલ ઇચ્છતો નહતો. એમણએ કહ્યું કે હું મૈમૈતિયાલીને મારું ટાઇટલ આપવા માંગુ છું. કારણ કે સીમા પર શાંતિનો સંદેશ જાય.

જીત બાદ ટીમ ઇન્ડિયાએ પૂર્વ ખિલાડી વિરેન્દર સહેવાગે પણ વિજેન્દરને બધાઇ આપી. સહેવાગે લખ્યું, ‘હરિફાઇ મુશ્કિલ હતી. એમણે લખ્યું કે હક્કા નૂડલ્સ ખાતા જોઇ તારી હરિફાઇ અને તે ચીની ખિલાડીને હક્કા બક્કા કરી દીધો.’

http://sambhaavnews.com/

You might also like