સાપનું લોહી પીનારા બોક્સરને ભારે પડ્યું ભારતીય લોહી

લિવરપુલ : પ્રોફેશનલ બોક્સિંગમાં વિજેન્દર સિંહની જીત થઇ હતી. લિવરપુલ ઇકો એરેનામાં વિજેન્દરે એલેકઝેન્ડર હોરવાથને હરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હોરવાથ એ જ બોક્સર છે જે પોતાની દરેક મેચ પહેલા સાપનું લોહી પીતો હતો. બંન્ને વચ્ચે ત્રણ રાઉન્ડ સુધી મુકાબલો ચાલ્યો હતો. જો કે અંતે વિજેન્દરની જીત થઇ હતી. વિજેન્દ્રએ પોતાની જીત શહીદોનાં નામે કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રોફેશનલ બોક્સિંગનાં નોટઆઉટ સ્ટેજમાં વિચેન્દરની ચોથી જીત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હંગેરીનાં બોક્સરે મેચ પહેલા કહ્યું હતું કે મારી નસોમાં સાપનું લોહી દોડી રહ્યું છે અને એવામાં શક્ય નથી કે વિજેન્દ્ર મને હરાવી શકે. જ્યારથી મે પોતાની ડાયેટમાં સાપનું લોહી સામેલ કર્યું છે ત્યારથી જ મારી તાકાતમાં વધારો થયો છે અને હું ખઉટ ટ્રેનિંગ કરી રહ્યો છું. હું વધારે સારી રીતે પંચ પણ મારી રહ્યો છું. જો કે આ મેચમાં તેનું પોતાનું અને સાપનું બધુ જ લોહી કામ કરી શક્યા નહોતા અને ભારતીય લોહી જીતી ગયું હતું. મેચમાં વિજેન્દરનો માત્ર એક જ પંચ પડ્યા બાદ લગભગ એક મિનિટ સુધી હોરવાથ ઉભો પણ નહોતો થઇ શક્યો અને અંતે રિટાયર્ડ થવું પડ્યું હતું.

વિજેન્દરે કહ્યું કે હું નથી જાણતો કે મને શું થયું છે. આ વર્ષની શરૂઆત મારા માટે શાનદાર રહી હતી. હું વધારે એક નોકઆઉટ મેચ જોઇને ખુશ છું. મારા મતે ભારતમાં આ વર્ષે યોજાનારી ડબલ્યૂબીઓ એશિયાનાં ટાઇટક મુકાબલા પહેલા મારા માટે શાનદાર શરૂઆત રહી હતી. વિજેન્દરની આગામી મેચ 2 એપ્રીલે યોજાશે. વિજેન્દરે ટ્વીટ કરીને પોતાની જીતની ખુશી વ્યક્ત કરી હતી. જો કે તેણે પોતાની જીત જમ્મુ કાશ્મીર અને પઠાણકોટનાં હૂમલામાં શહીદ થયેલા જવાનોને સમર્પીત કરી હતી. તેણે ઇન્ડિયન આર્મ્ડ ફોર્સનાં જવાનોને પોતાની જીત સમર્પીત કરી હતી.

You might also like