લંડનમાં વિજેન્દ્ર લડશે પાંચમી પ્રોફેશનલ ફાઇટ

માન્ચેસ્ટરઃ ભારતનો સ્ટાર બોક્સર વિજેન્દ્રસિંહ પોતાની પ્રોફેશનલ કરિયરની પાંચમી ફાઇટ લંડનમાં આગામી બે એપ્રિલે લડશે. આ મુકાબલો આઠ રાઉન્ડનો હશે. અગાઉ પોતાના ચારેય મુકાબલામાં ભારતીય બોક્સરે હરીફને નોકઆઉટ કરી દીધા છે. ગત મુકાબલામાં વિજેન્દ્રએ હંગેરીના એલેકઝાંડર હોરવાથને હરાવ્યો હતો, જે રાઉન્ડનો મુકાબલો હતો. જોકે વિજેન્દ્રએ હોરવાથને ત્રીજા જ રાઉન્ડમાં નોકઆઉટ કરી દીધો હતો.

આગામી ફાઇટને લઈને ૩૦ વર્ષીય બોક્સરે કહ્યું, ”હું લંડન આવી રહ્યો છું. હેરોમાં લડવા વધુ રાહ જોઈ શકું એમ નથી. હું લંડનના લોકોને બતાવવા ઇચ્છું છું કે વિજેન્દ્રસિંહ કોણ છે. માન્ચેસ્ટર, ડબલિન અને લિવરપુલ શહેરોમાં ફાઇટ કરી ચૂક્યો છું અને હવે હું પાંચમી ફાઇટ માટે લંડન આવી રહ્યો છું.” વિજેન્દ્રને આશા છે કે સતત પાંચમા મુકાબલામાં પણ વિરોધીને નોકઆઉટ કરીને ફાઇટ જીતી લઈશ. તેણે કહ્યું, ”ફાઇટમાં લગભગ બે સપ્તાહનો જ સમય બાકી છે અને હું મેં સખત મહેનત કરવી શરૂ કરી દીધી છે.” ત્યાર બાદ વિજેન્દ્ર જૂનમાં પહેલા પ્રો ટાઇટલ ખિતાબ માટે ભારતમાં લડવાનો છે.

You might also like