મારા નિવેદનનાં કારણે વિજયભાઈ રૂપાણીને જીવનદાન મળ્યું: હાર્દિક

રાજકોટઃ છેલ્લાં ઘણાં સમયથી પાટીદાર સમાજ દ્વારા આંદોલનની માગ કરવામાં આવી રહી છે. ત્યારે હવે પાસ કમિટી દ્વારા વિજય વિશ્વાસ સંકલ્પ યાત્રાનો પ્રાંરભ કરવામાં આવ્યો. ગોંડલ તાલુકાનાં મોટા દડવા ગામથી યાત્રાની શરૂઆત કરવામાં આવી.

આ યાત્રા રાજકોટ, જામનગર અને દેવભુમિ દ્વારકા થઈને કુલ ત્રણ જિલ્લાનાં 100થી વધુ ગામોએથી પસાર થશે. મહત્વનું છે કે, હાર્દિક પટેલ સહિતનાં પાસનાં નેતાઓ દ્વારા 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ કરવામાં આવશે. ઉપવાસનાં ભાગરૂપે હાર્દિકની આગેવાનીમાં સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

PAAS સંયોજક હાર્દિક પટેલે આ વિજય વિશ્વાસ સંકલ્પ યાત્રાનો પ્રાંરભ કર્યો હતો. ગોંડલ તાલુકાનાં મોટા દડવા ગામેથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે જણાવ્યું હતું કે,”હું આગામી 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ શરૂ કરવાનો છું ત્યારે દડવાથી દ્વારકાની વિજય વિશ્વાસ સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો છે.

આ ઉપરાંત મુખ્યપ્રધાન અંગેની ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે મારા નિવેદનનાં કારણે વિજયભાઈ રૂપાણીને જીવનદાન મળ્યું છે. તેમને મુખ્યપ્રધાન તરીકે રહેવા બદલ મારો આભાર માનવો જોઈએ. તો બીજી તરફ આજથી સિંચાઈનું પાણી ખેડૂતોને આપવાનાં સરકારનાં નિયમને લઈ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતોનું પાણી ઉદ્યોગપતિઓને આપી દીધું છે.”

You might also like