સાબરકાંઠા: વિજયનગરના કુન્ડલાકંપા પાસે ગોઝારો અકસ્માત, 7નાં મોત, 22ને ઇજા

સાબરકાંઠામાં જીપ અને ટ્રક વચ્ચે ગોજારો અકસ્માત થયો છે. સાબરકાંઠાના વિજયનગર તાલુકાના કુન્ડલાકંપા પાસે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 7 લોકો ઘટનાસ્થળે મોત નિપજયા છે. જ્યારે આ અકસ્માતમાં 22 લોકોને ઇજા પહોંચી છે.

આ ઘટના બાદ તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે આ દૂર્ઘટનામાં હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. આ દૂર્ઘટના બાદ રાહતકાર્ય માટે 108 સહિત લોકો આવી પહોંચ્યા હતા.

 

 

You might also like