રૂપાણી સરકારનું મંત્રીમડળ હશે મોટું, નવા ચહેરાઓનો થઇ શકે છે સમાવેશ

ગાંધીનગર : આજે વિજય રૂપાણી મુખ્યપ્રધાનના શપથ લેવા જઇ રહ્યાં છે ત્યારે તેમની નવી ટીમને લઇને અટકળો તેજ થઇ રહી છે. તેમની નવી ટીમના નવા પ્રધાન મંડળની આજે શપથવિધિ યોજાઇ રહી છે ત્યારે ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. ગઇકાલે રાત્રે મોડી સુધી કમલમ્ ખાતે ચાલેલી બેઠકમાં નવી ટીમની યાદીને પૂર્ણ રીતે ઓપ આપી દેવામાં આવ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

સૂત્રોને પ્રાપ્ત થતી માહિતી મુજબ જયેશ રાદડિયા, જયંતી કાવડિયા, જશા બારડ, દિલીપ ઠાકોરને રીપીટ કરવામાં આવશે. જ્યારે નવા અન્ય ચહેરાઓને પ્રધાનમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે. જેમાં રોહિત પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, વલ્લભ વઘાસિયા, કેશાજી ચૌહાણ, ઇશ્વર પટેલ, પુર્ણેશ મોદી, વલ્લભ કાકડિયા, નિર્મલા વાઘવાણીનો સમાવેશ થાય તેવી શક્યતા છે. જ્યારે પ્રદીપસિંહ જાડેજા, શંકર ચૌધરીને કેબિનેટમાં પ્રમોશનની શક્યતા છે.

ગણપત વસાવા અને આત્મારામ પરમારને સ્થાન મળે તેવી શક્યતા છે. વિજય રૂપાણીને ટીમમાં 3 કેબિનેટના પ્રધાનોને પડતા મુકાઇ તેવી શક્યતા છે. જ્યારે છ રાજ્યકક્ષાના પ્રધાનોને પડતા મુકાઇ તેવી શક્યતા છે. નવા મંત્રીમંડળમાં કુલ 24 પ્રધાનો શપથ લે તેવી શક્યતા છે. જેમાં આઠ કેબિનેટ કક્ષાના અને 16 રાજ્યકક્ષાના પ્રધાનોનો સમાવેશ કરાશે. રમણલાલ વોરાને વિધાનસભાના સ્પીકર બનાવામાં આવશે. જામનગરના ધારાસભ્ય ચીમનભાઇ સાપરિયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે.

You might also like