LIVE BUDGET: નાણાંમંત્રી દ્વારા 18મું બજેટ રજૂ, 249.16 કરોડની પુરાંત વાળું બજેટ

ડિસેમ્બરમાં પાંચ વર્ષ પુર્ણ કરનારી 13મી વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પહેલું અને ભાજપની વર્તમાન સરકારનું છેલ્લુ બજેટ નાણાવિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રજૂ કર્યું છે. આ માટે બજેટ બેગ સાથે નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયા હતા. આ પહેલા તેમણે મીડિયાને જણાવ્યું હતું કે આ બજેટ પ્રજાલક્ષી સર્વાંગી વિકાસવાળું હશે અને જેમાં વિપક્ષનાં યોગ્ય સૂચનોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હશે. બજેટ રજૂ કરવા માટે નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. બજેટ રજૂ થતાં પહેલા હોબાળો થયો હતો જો કે ત્યારબાદ નીતિન પટેલે બજેટ વાંચવાનું શરૂ કર્યું હતું.

– 3.5 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ
– ઓનલાઇન સેવાનો કરાયો વધારો
– નોટબંધી પછી પણ આવકમાં વધારો થયો છે.
– રૂપિયા 1 હજારના ટોકને ટેબ્લેટ
– ખેડૂતોને 1 ટકાના વ્યાજની પાક લોન મળશે
– મોબાઇલ વિજ્ઞાન પ્રયોગ શાળા શરૂ કરાશે
– કૃષિ સહકાર વિજ્ઞાનનું નામ બદલાશે.
– માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિદ્યાર્થીઓ માટે મફત પુસ્તકો
– સાબરમતી આશ્રમના વિકાસ માટે 25 કરોડની જોગવાઇ
– 730 કિલોમીટરના રસ્તા ફોરલેન કરાશે
– 108 માટે 70 નવી એમ્બ્યુલન્સ સેવા ફાળવી
– યુવા સ્વાવલંબન યોજના માટે 1100 કરોડની જોગવાઇ કરાઇ
– પ્રવાસન સ્થોળોને વિક્સાવવા માટે 292 કરોજની જોગવાઇ કરાઇ
– શિક્ષણના તમામ સ્તર સુધારવા માટે 440 કરોડની જોગવાઇ
– મા વાત્સલ્ય યોજના બમણી કરાઇ
– શ્રમ અને રોજગાર માટે 1650 કરોડની જોગવાઇ
– મેડિકલ પોલિસી હેઠળ 100 કરોડની જોગવાઇ
– આરોગ્ય લક્ષી સુવિધા માટે 8800 કરોડની જોગવાઇ
– જેનેરિક મેડિકલ સ્ટોરની સંખ્યા 500 કરાઇ
– વિદેશમાં અભ્યાસ માટે લોન સરકાર ચૂકવશે
– 9 નવી બલ્ડ બેન્ક શરૂ કરાશે.
– વેરાવળ અને સુરતમાં સૈન્ય સ્કુલ સ્થપાશે, PPP ધોરણે સૈનિક સ્કુલ ખોલાશે
– રાજ્યની વેટ આવકમાં 33 ટકાનો વધારો
– શિક્ષણમાં પ્રોત્સાહન માટે 166 કરોડની જોગવાઇ
– મધ્યાહન ભોજન માટે રૂ. 1068 કરોડની જોગવાઇ કરાઇ
– સરકારી ઘીરાણમાં ઓનલાઇન માટે 80 કરોડની જોગવાઇ
– 4 નવી મોબાઇલ લેબોરેટરી શરૂ કરવામાં આવશે.
– હાલોલમાં નવી સરકારી પોલિટેકનિકલ કોલેજ શરૂ કરાશે.
– 2500 કિમીના રસ્તા રિસરફેસિંગ કરાશે
– સુરતથી સાહોલ સુધીનો ફોરલેન રસ્તો બનશે
– વરમોરથી કડી સુધીનો રસ્તો ફોરલેન થશે.
– અંકલેશ્વરથી રાજપીપળા સુધીનો રસ્તો ફોરલેન બનાવાશે
– ટપક સિંચાઇ યોજનામાં સબસિડી વધારાઇ
– અમદાવાદ, સુરત, બરોડા, જામનગર, જૂનાગઢ, મહેસાણામાં ફ્લાયઓવર બનશે
– પાણી પુરવઠા માટે 3010 કરોડની જોગવાઇ
– અમદાવાદ સિવિલ હોસ્પિટલ માટે 129 કરોડની જોગવાઇ
– દ્વારકા સોમનાથ હેલિકોપ્ટર માટે 9 કરોડની જોગવાઇ
– 8 મનપાના અનુદાનમાં 10 ટકાનો વધારો
– એપીએમસીને આધુનિક બનાવાશે
– પશુપાલનના આરોગ્ય સંભાળ માટે 120 કરોડની જોગવાઇ
– છારા અને દહેદ બંદરોને PPP ધોરણે વિકસાવાશે
– ખારીકટ કેનાલના પુન: વિકાસ માટે 100 કરોડની જોગવાઇ
– ઉદ્યોગ-ખાણ ઉદ્યોગ માટે
– કુલ 110 મેગાવોલ્ટ વીજળી પેદા કરવાનું લક્ષ્યાંક
– શ્રમ અને રોજગાર માટે 1650 કરોડની જોગવાઇ
– ઓર્ગેનિક કૃશિ યુનિવર્સિટી માટે 82 કરોડની જોગવાઇ
– ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માટે 80 કરોડની ફાળવણી
– મેરીટાઇમ યુનિવર્સિટીના નવીનીકરણ માટે 20 કરોડની જોગવાઇ
– વરિષ્ઠ નાગરિકોને ભાડામાં 50 ટકાની રાહત
– 50,000 બાંધકામ શ્રમિકોને પોષ્ણયુક્ત આહાર
– શહેરી વિસ્તારમાં લો બજેટમાં 1 લાખ મકાન બનાવાશે.
– 29 બસ ડેપોના નવીનીકરણ માટે 128 કરોડની જોગવાઇ
– 50 નવા સીએનજી સ્ટેશનો સ્થપાશે
-સરકારી મંડળીઓમાં ઇ પેમેન્ટની સુવિધા શરૂ કરવામાં આવશે, ઇ પેમેન્ટ સેવાઓ શરૂ કરવા માટે 80 કરોડની જોગવાઇ
– રાજ્યમાં કુલ 37 નવા પુલોનું નિર્માણ થશે.
– માંગરોળ, નવા બંદર, માધવાડ, વેરાવળ, પોરબંદર, સુત્રાપાડા, ઓખા અને ભદ્રેશ્વરમાં નવા બંદર સ્થાપાશે
– વર્તમાન બંદરમાંથી કાંપ કાઢવા માટે . નિભાવ માટે 268 કરોડની જોગવાઈ
– માછીમારોને યાંત્રિક હોડીમાં વપરાતા ડીઝલમાં વેરા માફી માટે 80 કરોડ
– ફાઈબર રિ ઈમ્પોર્ટ બોટનો ઉપયોગ કરતા માછીમારોને રાહત દરે કેરોસીન 22.50 કરોડની જોગવાઈ
– બરફના કારખાના, તળાવના બાંધકામ,.બિજ સેવન કેન્દ્ર,ઈન્સ્યુલેટેટ બોક્સ માટે 66 કરોડની જોગવાઈ
– 73 પશુ દવાખાઓનું આધુનિકરણ કરાશે
– સુરતમાં મેટ્રો ટ્રેન માટે 10 કરોડની જોગવાઇ
– ઈન્ટીગ્રેટેટ ટુરિસ્ટ ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ 292 કરોડની જોગવાઈ
– સાબરમતી આશ્રમની શતાબ્દી જયંતિ નિમિત્તે ઉજવણી માટે 25 કરોડની જોગવાઈ
– સ્વામી વિવેકાનંદ પૂર્વ ભરતી તાલિમ યોજના હેઠળ 1500 જેટલા યુવાનોને 45 દિવસની તાલીમ
– નેશનલ એપરેન્ટીસ પ્રોત્સાહન યોજના અન્વયે 10 હજાર નવા વિદ્યાર્થીઓને તાલિમ
– માર્ગ મકાન અનવયે 8812 કરોડની જગવાઈ
– ગત વર્ષ કરતા 410 કરોડનો વધારો
– મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 10 હજાર કરોડની નવી યોજના
– અઢી કરોડ ગ્રામીણ વસ્તીને લાભ થશે અને રોજગારી વધશે
– ક્લીનર પ્રોડકશન એસેસમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટર બનાવાશે
– ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે 98 કરોડની જોગવાઈ
– સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા માટે 35 કરોડ સબસિડી ચૂકવાશે
– ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યા હતા એ આલ્ફ્રેડ હાઇસ્કુલમાં મ્યુઝિયમ બનાવાશે
– હોસ્પિટલોમાં તબીબ સ્ટાફની નિમણૂક માટે 129 કરોડની જોગવાઇ
– સ્માર્ટ સિટી માટે 597 કરોડની જોગવાઇ
– પાલિકાઓની ગ્રાન્ટમાં 10 ટકાનો વધારો કરાયો
– નાના ઉદ્યોગો માટે નવી કમિશ્નર કચેરી બનાવાશે
– ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યા હતા એ આલ્ફ્રેડ હાઇસ્કુલમાં મ્યુઝિયમ બનાવાશે
– હોસ્પિટલોમાં તબીબ સ્ટાફની નિમણૂક માટે 129 કરોડની જોગવાઇ
– સ્માર્ટ સિટી માટે 597 કરોડની જોગવાઇ
– પાલિકાઓની ગ્રાન્ટમાં 10 ટકાનો વધારો કરાયો
– નાના ઉદ્યોગો માટે નવી કમિશ્નર કચેરી બનાવાશે
– પવિત્ર યાત્રાધામના વિકાસ માટે 40 કરોડ, સોમનાથ, અંબાજી, દ્વારકા, પાલિતાણા, પાવાગઢ, ગીરનારનો સમાવેશ
– સંતનગરી માટે 22 કરોડ
– શ્રવણ તિર્થ દર્શન યોજના માટે 4 કરોડની જોગવાઈ, વરિષ્ઠ નાગરિકોને ગુજરાતના યાત્રાધામોની મુલાકાત લઈ શકે તે માટે લાભ, 3 રાત્રિ અને 4 દિવસના યાત્રાધામ
– પ્રવાસ પેકેજમાં એસ.ટી.,ના ભાડામાં 50 ટકાના સહાય
– ઈન્ટીગ્રેટેટ ટુરિસ્ટ ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ 292 કરોડની જોગવાઈ
– ઇન્ટરનેટ સુવિધા સ્માર્ટ સ્કુલોને અપાશે
– PPP ધોરણે 8 ITI ને અપગ્રેડ કરવામાં આવશે
– ચર્મ ઉદ્યોગ અને કૌશલ્ય ઉદ્યોગ માટે 17 કરોડની જોગવાઇ
– બાળમૃત્યુદર ઓછો કરવા માટે સરકારનું લક્ષ્ય
– ખેત ઓજાર માટે 410 કરોડની જોગવાઇ
– 270 મહિલા અદાલતો બનાવાશે
– 30 હજાર વિદ્યાર્થીઓને કૌશલ્ય શિક્ષ્ણ આપીને સરકાર રોજગાર આપશે
– અકસ્માત વીમા કવચને 50 હજારથી વધારીને 5 લાખ કરાયું
– ભુજ-માંડવી માર્ગ પરની નદી પર પુલ બનાવાશે
– આંગણવાડીની બેહનોના વેતનમાં સરકારે 15 ટકાનો વધારો કર્યો
– કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે
– સરહદોનું રક્ષણ કરતાં સેનિકોને નર્મદાનું પાણી પહોંચાડાશે
– કિસાન પાર્ક યોજના માટે 114 કરોડની ફાળવણી
– પોરબંદરમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે ઉપલેટાથી પાઇપલાઇન બંધાશે
-ચાર પ્રાદેશિક મોબાઈલ વિજ્ઞાન પ્રયોગશાળા શરૂ કરાશે
– 10 નવી સરકારી માધ્યમિક શાળાનું મકાન બંધાશે
– આદીજાતિ વિસ્તારમાં 10 સરકારી કોલેજ બંધાશે
– બિનઆદીજાતિ વિસ્તારમાં 16 સરકાર કોલેજ બંધાશે
– હાલોલમાં પાંચ ડિપ્લોમાં અભ્યાસક્રમ માટે પોલીટેકનિક શરૂ કરાશે
– ધોળકામાં પીપીપી ધોરણે ઈજનેરી કોલેજ શરૂ કરાશે
– જૂનગઢ, ગોધરા યુનિવર્સિટીના મકાનનું બાંધકામ કરાશે
– 14 આદીજાતિ જિલ્લામાં પ્રા. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને અન્ન અપાશે
– 5.75લાખ વિદ્યાર્થીઓના વાલીઓને અન્ન ત્રિવેણી યોજના હેઠળ અનાજ અપાશે
– 12 જિલ્લાના 26 વિકાસશીલ તાલુકાના 4.81 લાખ વિદ્યાર્થીઓને 200 દિવસ ફ્લેવર્ડ દૂધ અપાશે
– સરકારી અને સહાયક અનુદાન મેળવતી 1000 શાળાને જીમ્નેશીયમ માટે આર્થિક સહાય અપાશે
– GST આગામી જુલાઇથી લાગૂ પડશે
– ટ્રાફિકના જવાનોની સંખ્યામાં વધારો કરાશે.
– માન્યતા પ્રાપ્ત પત્રકારો તથા તેમના પરિવારજનોને મા વાત્સલ્ય યોજનાનો લાભ મળશે એટલે કે પત્રકારો તથા તેમના પરિવારોને સરકારી તથા સરકાર દ્વારા માન્ય હોસ્પિટલોમાં રૂપિયા 200000 વિનામુલ્યે સારવાર મળશે
– બજેટમાં નવો કોઇ કર નાંખવામાં આવ્યો નથી.

You might also like