વિજય રૂપાણી ગુજરાતના CM બનતા રાજકોટ ભાજપ કાર્યાલય પર ઉત્સાહનો માહોલ, જુઓ Video

ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલને ફરી યથાવત્ રાખવામાં આવ્યાં છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટ ખાતે ભાજપ કાર્યલયમાં ખુશીની લાગણી જોવા મળી હતી. રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ બેનરો, બેન્ડવાઝા સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

ભાજપ કાર્યાલયે કાર્યકરોએ ડાન્સ કરી વધાવી લેવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ છવાયો હતો. કાર્યકરો દ્વારા રાજકોટ બેટા, ગુજરાત કા નેતા બેનરો તેમજ મોજ સાથે ઢોલ નગારા વગાડવામાં આવ્યા હતા.

You might also like