દીકરાનાં જન્મદિવસે CMએ ગરીબ બાળકો સાથે લીધું ભોજન

રાજકોટ : વિજય રૂપાણી આજે દીકરાનાં જન્મ દિવસે રાજકોટ આવ્યા હતા. તેમણે બાળકો સાથે ભોજન લીધું હતું. તેમનાં સાડા ત્રણ વર્ષનાં પુત્ર પુજીતનું આકસ્મિક મોત નિપજ્યું હતું. બાદમાં વિજય રૂપાણીએ તેમનાં નામે ટ્રસ્ટ ખોલ્યું હતું. 8મી ઓક્ટોબરે પુજીતનો જન્મ દિવસ હતો એટલે ટ્રસ્ટની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં કલાકાર ગોલી અને સુંદરે હાજરી આપી હતી.

ફનવર્લ્ડમાં બાળકો માટે રમત ગમતની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં વિજય રૂપાણી અને તેમનાં પત્ની અંજલીબેન હાજર રહ્યા હતા. તેમજ બાળકો સાથે જ ભોજન લીધું હતું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર ગોલી અને સુંદર પણ જોવા માટે ચાહકોની ભીડ જોવા મળી હતી. ફનવર્લ્ડમાં 1500થી વધારે બાળકોએ આનંદ કિલ્લોલ કર્યો હતો. તેમજ 4 કરોડનાં ખર્ચે અનાથ અને ગરીબો માટે રેન બસેરા કાર્યાન્વિત કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિજયભાઇનાં પુત્રનું સાડા ત્રણ વર્ષનો હતો. અમદાવાદ ખાતે તેમનાં સસરાનાં ઘરનાં રવેશમાં રમતા રમતા ત્રીજામાળેથી નીચે પટકાયો હતો. જેમાં તેનું મોત નિપજ્યું હતું. જો કે રૂપાણીએ પુત્રનાં નામે પુજીત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના કરી હતી. જેમાં ગરીબ બાળકોને ભણાવવાથી માંડીને વિવિધ સામાજીક પ્રવૃતીઓ થાય છે.

You might also like