શપથવિધિ પહેલા રૂપાણી પંચદેવ-અક્ષરધામના દર્શનાર્થે ગયા

આજે ચૂંટણીના પરિણામ બાદ રાજ્યમાં શપથવિધિ સમારોહ થવા જઈ રહ્યો છે. સવારના મૂર્હુતમાં શપથવિધિ સમારોહ યોજાશે. આજે રાજકોટમાં બહુમતીથી જીતેલા વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

જો કે શપથ લેતા પહેલા તેઓ ગાંધીનગરના સેક્ટર 22 ખાતે આવેલા આવેલા પંચદેવ મહાદેવ મંદિરના દર્શનાર્થે ગયા હતા. વિજય રૂપાણી પત્ની અંજલી સાથે પંચદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાં તેઓએ પૂજા અર્ચના કરી પ્રાર્થના કરી હતી.

પંચદેવ બાદ વિજય રૂપાણી સેક્ટર 20માં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત અક્ષરધામ મંદિર ખાતે દર્શનાર્થે ગયા હતા. જ્યાં તેમણે સ્વામીજીના આશિર્વાદ લીધા હતા. તેઓ અક્ષરધામ મંદિરેથી સીધા PM મોદીને આવકારવા એરપોર્ટ પહોંચ્યા હતા. બીજી તરફ નીતિન પટેલ પણ એરપોર્ટ પહોંચ્યા હતા.

આજના શપથવિધિ સમારોહમાં PM મોદી સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. 18 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. ભાજપના લાલકૃષ્ણ અડવાણી પણ હાજર રહેશે.

You might also like