વિજય માલ્યાને ઝડપથી દેશમાં પરત લાવવા સરકાર પ્રયત્નશીલ

નવી દિલ્હી: વિજય માલ્યાને સ્વદેશ પરત લાવવામાં ભલે ભારતને આંચકો લાગ્યો હોય.પરંતુ સરકારને આશા છે કે વિજય માલ્યાને ઝડપથી ભારતમાં પરત લાવવામાં આવશે. આ માટે ભારત હાલ વધુને વધુ દેશ સાથે પ્રત્યર્પણ સંધિ કરવાની દિશામાં પ્રયત્નશીલ છે.
લોકસભામાં અેક સવાલના ઉત્તરમાં વિદેશ રાજ્યપ્રધાન વી.કે.સિંહે જણાવ્યુું હતું કે હાલ ૪૨ દેશ સાથે પ્રત્યર્પણ સંધિ થઈ ગઈ છે. અને નવ દેશ સાથે પ્રત્યર્પણ સંધિની વ્યવસ્થા થઈ ગઈ છે. ભારત સરકાર હવે આ પ્રત્યર્પણ સંધિ હેઠળ જે કોઈ ગુનેગાર છે તેને ભારતમાં લાવી તેની સામે કાનૂની કાર્યવાહી કરવા માગે છે. ભારતે જે ૪૨ દેશ સાથે પ્રત્યાર્પણ સંધિ કરી છે તેમાં યુ.કે., ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, બહેરિન, બાંગ્લાદેશ,તુર્કી,અમેરિકા, પોર્ટુગલ, બ્રાઝિલ, ફ્રાન્સ સહિત અન્ય દેશનો સમાવેશ થાય છે. અેટલું જ નહિ અન્ય નવ દેશ સાથે પણ પ્રત્યર્પણ સંધિની વ્યવસ્થાનું કામ પણ પૂરું કરી દેવામાં આવ્યું છે. તેમાં ક્રોએશિયા, ફિજી, ઈટાલી,પાપુઆ ન્યૂ ગિની, પેરૂ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.
વિદેશ મંત્રાલયે ૨૦૦૨ થી ૨૦૧૫ સુધીની યાદી રજૂ કરી છે તેમાં ૬૦ લોકોને પ્રત્યર્પણથી ભારત લાવવામાં આવ્યા છે. માહિતી અનુસાર ૨૦૦૫માં ડોન અબુ સાલેમ અને મોનિકા બેદીને પોર્ટુગલથી ભારતમાં લાવવામાં આવ્યાં હતાં.

You might also like