રાજ્યસભાની એથિક્સ કમિટીએ વિજય માલ્યાનું સભ્યપદ રદ કરવાની માંગ કરી

નવી દિલ્હીઃ રાજ્યસભામાં સભાપતિ તરફથી વિજય માલ્યાના રાજીનામાને નામંજૂર કર્યાના એક દિવસ પછી સદનની એથિક્સ કમિટીએ પોતાના રિપોર્ટમાં તાત્કાલિક ધોરણે તેમનું સભ્યપદ સમાપ્ત કરવાની સિફારિશ કરી છે. સમિતિએ તેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે આમ કરવાથી સામાન્ય જનતાને ઉમદા સંદેશ પહોંચશે. કમિટીએ ગત બેઠકમાં માલ્યા પાસે લેખીત જવાબ માંગ્યા હતા અને નિર્ણય માટે ત્રણ મેની તારીખ આપી હતી. તેના એક દિવસ પહેલાં જ માલ્યાએ ફેક્સ દ્વારા સદનમાં સભાપતિને પોતાનું રાજીનામુ મોકલી આપ્યું હતું. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સમિતી ઇચ્છે છે કે માલ્યાનું રાજીનામુ ખારીજ કરવામાં આવે અને ઔપચારિક પ્રક્રિયા દ્વારા તેમને બરખાસ્ત કરવામાં આવે. આ મામલે અંતિમ નિર્ણય સભાપતિએ કરવાનો રહેશે.

તથ્યોની તપાસ કરવામાં આવેઃ રાજીનામુ મોકવા સાથે માલ્યાએ ટવિટરના માધ્યમથી લખ્યું છે કે હું ભારતીય મીડિયાને આગ્રહ કરી રહ્યો છું કે મને ડિફોલ્ટર જાહેર કરતા પહેલા તથ્યોની તપાસ કરવામાં આવે, તેનુ સાતત્ય તપાસવામાં આવે. ત્યાર બાદ અન્ય એક ટવિટરમાં તેમણે લખ્યું હતું કે 7686 વિલફુલ ડિફોલ્ટર પર સરકારી બેંકોના 66190 કરોડ રૂપિયા છે. માલ્યા પર આરોપ લગાવવો સરળ છે.

જૂનમાં સમાપ્ત થઇ રહ્યો છે માલ્યાનો કાર્યકારી સમયઃ માલ્યા પર 9000 કરોડની લોન ન ચૂકવવાનો આરોપ છે. તેઓ કર્ણાટકની રાજ્યસભાના નિર્દલીય સદસ્ય છે. તેમનો કાર્યકાળ 30 જૂને સમાપ્ત થાય છે. સદનમાં આ તેમનો બીજો કાર્યકાળ છે. સંસદિય સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સદનમાં સદસ્યના રૂપમાં તેમના 10 વર્ષના કાર્યકાળમાં માલ્યા કહેતા રહ્યાં છે કે તેમની પાસે કોઇ સંપત્તિ નથી અને તેમણે કોઇને કાંઇ આપવાનું નથી. સરકારે માલ્યોનો પાસપોર્ટ પણ રદ્દ કર્યો છે. જેને કારણે માલ્યાને બ્રિટનથી પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બની રહેશે. હાલ તેઓ બ્રિટનમાં જ છે.

 

 

You might also like