લંડનમાં બુક લોંચિંગમાં માલ્યા દેખાયા : ભારતીય રાજદ્વારીએ અધુરો મુક્યો કાર્યક્રમ

લંડન : સરકારી બેંકોનાં 9000 કરોડ રૂપિયાની લોનનું બુચ મારીને વિદેશ ભાગી જનાર વિજય માલ્યાને લંડનમાં બુક લોન્ચિંગનાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. સૌથી મહત્વની બાબત છે કે આ કાર્યક્રમનાં મુખ્ય વક્તા લંડનનાં ભારતીય રાજદુત હતા. જેનાં કારણે ભારત સરકારે પણ ઘણું નીચા જોણું થયું છે. વિદેશ મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ભારત ઉચ્ચાયોગમાં આયોજીત કાર્યક્રમ માટે આમંત્રીત કરાયેલા લોકોની યાદીમાં માલ્યાનું નામ નહોતું.

મંત્રાલયે પહેલા તો કાર્યક્રમમાં માલ્યાની હાજરીનો જ ઇન્કાર કરી દીધો હતો. જો કે કાર્યક્રમની એક તસ્વીર સામે આવી હતી જેમાં માલ્યા શ્રોતાઓ વચ્ચે બેઠેલા જોઇ શકાય છે. લોન્ચ કરાયેલ પુસ્તક મંત્રાઝ પોર સક્સેસ ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ સીઇઓઝ ટેલ યુ હાઉ ટુ વિન નાં લેખક સુહૈલ શેટે ટ્વિટ કરીને જણાવ્યું કે આ કાર્યક્રમનાં માટે કોઇને પણ વિશેષ રીતે આમંત્રીત કરવામાં આવ્યા નહોતા. શેઠે જણાવ્યું કે શ્રોતાઓની ભીડમાં માલ્યાને જોયા બાદ ભારતનાં રાજ દ્વારી નવજોત સરનાં કાર્યક્રમ અધુરો છોડીને જતા રહ્યા હતા.

માલ્યાની વિરુદ્ધ ભારતમાં બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન લીધા બાદ નહી ચુકવવાનો આરોપ છે. ઇડી દ્વારા પણ માલ્યા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઇશ્યુ કરવામાં આવી ચુકી છે. મુંબઇ કોર્ટ દ્વારા માલ્યાને ભાગેડુ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. તે ઉપરાંત ઇડી દ્વારા માલ્યાની 1411 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી લેવામાં આવી છે.

You might also like