માલ્યાએ SC પાસે માંગ્યો ત્રણ સપ્તાહનો સમય

નવી દિલ્હી: કિંગફિશર માલિક વિજય માલ્યાએ પૈસા ચુકવણી સંબંધિત એક બાબતે દાખલ અરજીના જવાબ માટે 6ણ સપ્તાહનો સમય માંગ્યો છે. આ અરજી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વમાં લગાવવામાં આવી છે. આ અરજીમાં બેંકે માલ્યા પાસેથી આશરે 40 મિલિયન ડોલર સુપ્રીમ કોર્ટમાં જમા કરવાની માંગણી કરી છે. બેંક દ્વારા દાખલ કરવામાં આવેલ આ બાબત દેવાની ચુકવણીમાં કથિત ગોટાળાથી સંબંધિત છે.

કિંગફિશર એરલાયન્સને રૂપિયા આપનાર 17 બેંકોનો સમૂહનું નેતૃત્વ સ્ટેટ બેંક કરી રહ્યું છે. માલ્યા પર આરોપ છે કે તેમને દેવાની ચુકવણી માટેની યોજનામાં ફેરફાર માટે જે અરજી દાખલ કરી હતી એમાં સૂચનાઓ છુપાવવામાં આવી હતી. સીબીઆઇ માલ્યા વિરુદ્ધ બંધ પડેલી એરલાઇન કિંગફિશર પર આઇડીબીઆઇ બેંકના દેવાની ચુકવણી માટે પહેલા થી એક અરજી દાખલ કરવામાં આવી છે.

નોંધનીય છે કે માલ્યા પર બેંકોંનું 9000 કરોડ રૂપિયાથી વધારે દેવું છે. માર્ચમાં ભારત છોડ્યા પછી માલ્યા લંડનમાં સમય પસાર કરી રહ્યો છે. તેમના વિરુદ્ધ અનેક વખત નોટીસ રજૂ કરીને તેને કોર્ટમાં રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તે હાજર રહ્યા નહીં, ત્યારબાદ સરકારે કાર્યવાહી કરતાં તેમનો પાસપોર્ટ રદ કરીને માલ્યાને ભાગેડુ જાહેર કરી દીધો હતો.

visit: http://sambhaavnews.com/

You might also like