વિજય માલ્યાનું આલીશાન પેન્ટ હાઉસ તૈયાર, જાણો ખૂબીઓ

નવી દિલ્હી: બેંગ્લોરમાં બની રહેલું વિજય માલ્યાનું આલીશાન પેન્ટ હાઉસ બનીને તૈયાર થઇ ગયું છે. આ પેન્ટ હાઉસ જમીનથી લગભગ 400 ફીટ ઉપર છે. કિંગફિશર ટાવરનો ઉપરનો ભાગ બ્રેકટ સ્લેટની જેમ ડિઝાઇન કરવામાં આવ્યો છે. 4.5 એકડમાં બનાવેલુ આ પેન્ટ હાઉસ વિજયમાલ્યાના પિતાના ઘરને તોડીને બનાવવામાં આવ્યું છે.

પેન્ટ હાઉસનો 34 અને 35મો માળ 40,000 વર્ગ ફુટથી ઉપર છે, જેની ઉપર હેલીપેડ બનાવવામાં આવ્યું છે. આ આલીશાન પેન્ટહાઉસ ઓપન ડેકથી ઘેરાયેલું છે જ્યાં ઊભા રહીને તમે 360 ડિગ્રી સુધીનો નજારો લઇ શકો છો. અહીંયા એક મોટો સ્વીમિંગ પુલ આવેલો છે. આકાશને અડી જતાં આ પેન્ટ હાઉસમાં બે લિફ્ટ પ્રાઇવેટ વિલા માટે જ છે. આ લિફ્ટ બીજા કોઇ ફ્લોર પર જતી નથી.

હલે પ્રશ્ન એ થાય છે કે આ મોંઘા અને આલીશાન પેન્ટ હાઉસમાં શું વિજય માલ્યા કોઇક દિવસ રહી શકશે? હકીકતમાં માલ્યા વિવિધ બેંકોથી 9000 કરોડ રૂપિયાથી વધારેની લોન લીધા બાદ કથિત રીતે નહીં ચૂકવ્યા બાદ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહેલા અને માર્ચ 2016થી તે બ્રિટેન જતાં રહ્યા છે.

http://sambhaavnews.com/

You might also like