માલ્યાએ હાજર થવા માટે ED પાસે માંગ્યો સમય

નવી દિલ્હી: દારૂના વેપારી વિજય માલ્યાએ ગુરૂવારે મની લોન્ડ્રીંગ કેસમાં રજૂ થવા માટે ED પાસે થોડા દિવસનો સમય માંગ્યો છે. EDએ માલ્યાને 18 માર્ચના રોજ રજૂ થવાનો આદેશ કર્યો હતો.

કિંગફિશર કંપનીના માલિક વિજય માલ્યાએ ED પાસે એપ્રિલ સુધીનો સમય માંગ્યો છે. વિજય માલ્યા પર દેશની 17 બેંકો પાસેથી લગભગ 9000 કરોડ રૂપિયા લોન લેવા અને જમા ન કરવાનો આરોપ છે.

ફરિયાદ મળતાં પર EDએ વિજય માલ્યા વિરૂદ્ધ કેસ દાખલ કરી તેમને 18 માર્ચ સુધી રજૂ થવાનો આદેશ આપ્યો હતો, જેના પર હવે વિજય માલ્યાએ પ્રતિક્રિયા આપતાં એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીનો સમય માંગ્યો છે.

તમને જણાવી દઇએ કે એક ખાનગી ચેનલના પ્રોગ્રામમાં અરૂણ જેટલીએ કહ્યું હતું કે વિજય માલ્યાના લીધે દુનિયાભરમાં દેશની ખરાબ થઇ રહી છે.

You might also like