વિજય માલ્યા ભારત આવવા તૈયાર, પણ સામે મૂકી બે શરત!

મુંબઇ: બેંકોનું દેવું ચૂકવવામાં ડિફોલ્ટર જાહેર થયેલા વિજય માલ્યાએ કહ્યું તે ભારત પાછા આવવા માંગે છે. માલ્યાએ કહ્યું કે આ માટે તેમને સુરક્ષા અને આઝાદીનો ભરોસો જોઇએ છીએ. લોન ચૂકવવા માટે  તેમના પર સતત દબાણ કરવામાં આવી રહ્યુંછે. માલ્યાએ કહ્યું કે તેમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને એક નવી સેટલમેન્ટ ઓફર આપી છે. તેમને આશા વ્યક્ત કરી છે કે આ બબાત ઝડપથી વધશે. યૂનાઇટેડ બ્રુવરીઝ લિમિટેડની બોર્ડ મિટીંગમાં હાજર રહેલા ડાયરેક્ટર્સે આ જાણકારી આપી છે. માન્યા વિડીયો કોન્ફરન્સ દ્વારા આ બોર્ડ મિટીંગની અધ્યક્ષતા કરી રહ્યા હતા.

એક બાજુ પ્રવર્તન નિદેશાલય માલ્યાને ભારત લાવવા માંગે છે. તે છેલ્લા બે મહિનાથી બ્રિટેનમાં છે. બોર્ડ મિટીંગમાં હાજર ડાયરેક્ટરોએ જણાવ્યું કે યૂબીએલના ચેરમેનને બોર્ડ અને સ્ટ્રેટેજિક પાર્ટનર હેનેકેનનો સપોર્ટ છે. આ બોર્ડ મિટીંગ શુક્રવારે મુંબઇમાં થઇ હતી. ઇન્ડિપેન્ડેન્ટ બોર્ડ મેમ્બર કિરણ મજૂમદાર શોએ કહ્યું કે, ‘અમે ઘણા મુદ્દાઓ ઉફર ચિંતા વ્યક્ત કરી છે અને માલ્યાને ભરોસો અપાયો છે કે તે બેંકો સાથે ગંભીરતાથી વાતચીત કરી રહ્યા છે અને જેટલું જલ્દી બને તેટલી જલ્દી લોનની ચૂકવણી કરી દેશે. તેમને કહ્યું કે બધા પ્રશ્નોના જવાબ આપવા માટે તે ભારત આવવા માંગે છે, પરંતુ પોતાની સુરક્ષા અને આઝાદી માટેનો ભરોસો ઇચ્છે છે.’

આ બાબતની જાણકારી રાખનારા એક્સિક્યૂટિવએ કહ્યું કે હેનેકેનએ માલ્યાનો સાથ આપવાનો નિર્ણય કર્યો છે અને તે આધારહીન આક્ષેપો પર ધ્યાન આપશે નહીં. માલ્યાએ કહ્યું કે તે સતત પ્રયત્ન કરી રહ્યા છે કે લોનની ચૂકવણી જલ્દી થઇ જાય અને તેમને કંઇ પણ ખોટું કર્યુ નથી.

બેંકોએ માલ્યાની કિંગફિશર કંપનીને લોન આપી હતી અને તે લોકો હવે 9000 કરોડ રૂપિયાની લોનને વસૂલ કરવા લાગ્યા છે. કિંગફિશર એરલાઇન્સનું કામકાજ 2012માં બંધ થઇ ગયું હતું.

You might also like