માલ્યાની તુમાખી બેન્કોને મારી વિદેશી સંપત્તિ જાણવાનો હક નહી

નવી દિલ્હી : બેન્કોનાં 9 હજાર કરોડ રૂપિયાનું બુચ મારીને વિદેશ ભાગી ગયેલ વિજય માલ્યાએ સુપ્રીમ કોર્ટમાં એફીડેવિટ દાખલ કરી છે. એફીડેવિટમાં પણ તેની તુમાખી જોવા મળી રહી છે. તેણે જણાવ્યું કે વિદેશમાં તેની કેટલી સંપત્તિ છે તે જાણવાનો અધિકાર બેન્કોને નથી. બેન્કોએ જરૂરતનાં સમયે અમારી મદદ નથી કરી. માલ્યાએ કહ્યું કે એનઆરઆઇને વિદેશી સંપત્તિનો ખુલાસો કરવા માટે દબાણ કરી શકાય નહી. તેણે જણાવ્યું કે તેની પત્ની અને ત્રણ બાળકો અમેરિકાનાં નાગરિક છે.

માલ્યાએ જણાવ્યું કે લોન આપતા સમયે વિદેશી સંપત્તિને ગેરેન્ટર તરીકે ગણવામાં આવતી નથી. જો કે તેમણે 26 જૂન સુધીમાં સીલબંધ કવરમાં પોતની સંપત્તિ અંગેની માહિતી આપવાની બાંહેધરી આપી છે. અગાઉ ઇડી દ્વારા માલ્યાને પરત લાવવા માટે વિદેશ મંત્રાલયની પણ મદદ માંગવામાં આવી હતી. સૂત્રો અનુસાર કેન્દ્રીય એજન્સી મંત્રાલયનાં અધિકારીઓને આ મુદ્દે મદદ માંગી હતી. બુધવારે પીએમએલએ કોર્ટે ઇડીને માલ્યાની વિરુદ્ધમાં નોનબેલેબલ વોરન્ટ ઇસ્યુ કરવા અંગેનાં આદેશ આપ્યા હતા.

કિંગફિશર એલાઇન્સનાં ખાતાઓમાંથી 430 કરોડ રૂપિયા વિદેશમાં ટ્રાન્સફર કરવા અંગેનાં મુદ્દે ઇડી મની લોન્ડ્રિંગની તપાસ કરી રહ્યું છે. આ રમકને આઇડીબીઆઇ પાસેથી મળેલા 900 કરોડ રૂપિયામાંથી ખર્ચ કરવામાં આવી હતી. ઇડીની દરખાસ્ત અંગે કાર્યવાહી કરતા વિદેશ મંત્રાલયનો પાસપોર્ટ 4 અઠવાડીયા માટે સસ્પેન્ડ કર્યો છે. મંત્રાલયે આ મુદ્દે એક અઠવાડીયાની અંદર જવાબ રજુ કરવા માટે જણાવ્યું છે.

You might also like