માલ્યાએ સેટલમેન્ટ રકમ વધારીઃ ૬,૪૬૮ કરોડ આપવાની ઓફર

નવી દિલ્હી: બેન્કોને લગભગ ૯,૦૦૦ કરોડ રૂપિયા સુધીનો ચૂનો લગાવીને વિદેશ ફરાર થઈ ચૂકેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાએ બેન્કોએ ૨,૪૬૮ કરોડ રૂપિયાની વધુ રકમ પાછી આપવાની રજૂઆત કરી છે. આજે સુપ્રીમ કોર્ટમાં માલ્યાએ જણાવ્યું કે તે છેલ્લે ઓફર કરાયેલી સેટલમેન્ટ રકમને વધારવા ઈચ્છે છે. માલ્યાએ પહેલા ૪,૦૦૦ કરોડ રૂપિયાની રજૂઆત કરી હતી. જે રકમ વધારીને હવે ૬,૪૬૮ કરોડ કરાઈ છે.

માલ્યાને જ્યારે ભારત પરત આવવાનો સવાલ પુછાયો હતો તેમને કોઈ જવાબ આપ્યો ન હતો. પોતાની નવી ઓફર અંગે તેમણે જણાવ્યું કે તેઓ કિંગ ફિશર એરલાઈન્સને ફરી વખત શરૂ કરવા માટે હાલમાં તેનાથી વધુ કિંમત ચૂકવી શકે નથી.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે પેટ્રોલની વધતી કિંમતો, વધારે ટેક્સ અને ખરાબ એન્જિનોના કારણે તેમની એરલાઈન્સ કંપનીને ૬,૧૦૭ કરોડનું નુકસાન થયું છે. માલ્યાની નવી ઓફર ‘ઓવરઓલ સેટલમેન્ટ’ હેઠળ આવ્યું છે. ત્યાર બાદ તેમણે કોઈ પૈસા આપવા નહીં પડે. હવે જોવાનું એ છે કે માલ્યાની આ ઓફર માનવા માટે શું બેન્કો તૈયાર થશે.

કિંગ‌િફશરને આપેલી લોનમાંથી મિલકત ખરીદી નથીઃ માલ્યા
૯૦૦૦ કરોડના બેન્ક લોનના છેતરપિંડી કેસ અંગે વિજય માલ્યાઅે સુપ્રીમ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે તેઓ અને તેમનાં પત્ની તેમજ બાળકો અેનઆરઆઈ હોવાથી તેમની વિદેશમાં રહેલી સંપતિ અંગે માહિતી માગી ન શકાય. ‌િકંગ‌િફશર અેરલાઈન્સને આપવામાં આવેલી લોનનો ઉપયોગ મિલકતની ખરીદી કરવામાં કર્યો નથી તેમ જણાવી તેમના પરિવારની કુલ મિલકત ૭૮૦ કરોડની હોવાનું જણાવ્યું હતું. સરકાર તેમજ ઈડી તરફથી લેવામાં આવેલા પગલા અંગે માલ્યાઅે જણાવ્યું કે તેઓ મિલકતની માહિતી માત્ર સુપ્રીમ કોર્ટને જ આપી શકે છે અને તે પણ સીલબંધ કવરમાં.

You might also like